ફરાર આરોપીને પકડવામાં મદદ કરનારને મળશે ઈનામ, 10 વોન્ટેડ આરોપીનું લીસ્ટ જાહેર
પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પંચમહાલ જિલ્લામાં બનતા ધાડ,લૂંટ, ખૂન,ઘરફોડ ચોરી,આર્મ્સ એક્ટના ગુન્હા તેમજ પ્રોહીબિશન અને ચોરીઓ જેવા ગુન્હાઓ ઉપર રોક લગાવવાની તેમજ છેલ્લા ઘણા લાંબા સમયથી આ ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મદદરૂપ થનાર કે બાતમી આપનારનું નામ સરનામું ગુપ્ત રાખવામાં આવશે તેમજ રોકડ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.ફરાર આરોપીને પકડવા ઈનાà
Advertisement
પંચમહાલ જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પંચમહાલ જિલ્લામાં બનતા ધાડ,લૂંટ, ખૂન,ઘરફોડ ચોરી,આર્મ્સ એક્ટના ગુન્હા તેમજ પ્રોહીબિશન અને ચોરીઓ જેવા ગુન્હાઓ ઉપર રોક લગાવવાની તેમજ છેલ્લા ઘણા લાંબા સમયથી આ ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં મદદરૂપ થનાર કે બાતમી આપનારનું નામ સરનામું ગુપ્ત રાખવામાં આવશે તેમજ રોકડ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ફરાર આરોપીને પકડવા ઈનામની જોગવાઈ
ગૃહ વિભાગ ગુજરાત સરકારના ઠરાવ મુજબ જિલ્લામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડાવવામાં પોલીસને મદદ કરવાની ભૂમિકાનાં ભાગરૂપે તેમજ ગંભીર ગુન્હાઓમા ભાગેડુ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવામાં મદદ રૂપ થનાર ખાનગી વ્યક્તિ બાતમીદારને રોકડ ઈનામ આપવાની જોગવાઈ હાથ ધરવામાં આવી છે.
રૂ. 10 હજારના ઈનામની જાહેરાત
જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પંચમહાલ જીલ્લાના ટોપ 10 ફરાર આરોપીઓની ચોક્કસ માહિતી આપનાર અથવા તો પકડવામાં મદદરૂપ થનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને રોકડા રૂ. 10 હજાર ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના ટોપ 10 વોન્ટેડ આરોપીઓની યાદી
- અશોક ગેમાંભાઈ ચૌહાણ,રહે. કઠીવાડા,જિલ્લો,અલીરાજ પુર,મધ્યપ્રદેશ.પ્રોહીબિશન ના 11 ગુન્હા
- પ્યારસિંહ ડુંગરસિંહ આમલિયાર,રહે. કાકળવા,તા.કુક્ષી,જિલ્લો, ધાર મધ્યપ્રદેશ.ઘરફોડ ચોરીમાં 10 ગુન્હા
- કિલ્લું રવસિંહ બામણીયા તા.કુક્ષી,જિલ્લો.ધાર મધ્યપ્રદેશ.ઘરફોડ ચોરીમાં 10 ગુન્હા
- પદીયા રતનાભાઈ ભુરીયા,રહે.ગોવાલીપત્રા,તા. થાદલા,જિલ્લો. મેઘનગર,મધ્યપ્રદેશ,પ્રોહીબિશનના 6 ગુન્હા
- મહેશ કેદુભાઈ ચારેલ,રહે. બાલવાસા,,તા. થાદલા,જિલ્લો. મેઘનગર,મધ્યપ્રદેશ,ધાડ,લૂંટ અને આર્મ્સ એક્ટના 6 ગુન્હા
- આકીર ગફારખાન મકરાણી,રહે.મોટી રાજમુઈ,તા.અક્કલકુવા,જિલ્લો.નંદુરબાર,મહારાષ્ટ્ર,ચોરીના 6 ગુન્હા
- મોહસિંગ બદિયાભાઈ ચારેલ,રહે.બાલવાસા,,તા. થાદલા,જિલ્લો. મેઘનગર,મધ્યપ્રદેશ,ધાડ,લૂંટ અને આર્મ્સ એક્ટના 6 ગુન્હા
- કાંતું રામજીભાઈ ચારેલ,રહે.બાલવાસા,,તા. થાદલા,જિલ્લો. મેઘનગર,મધ્યપ્રદેશ,ધાડ,લૂંટ અને આર્મ્સ એક્ટનાં 6 ગુન્હા
- પ્રદીપ ભગવાન મંડલ,રહે.મસાડું,તા. શાહબોર,જી.ભાગલપુર,બિહાર,લૂંટ તેમજ ઘરફોડ ચોરીમાં 5 ગુન્હા
- કલ્યાણસિંહ ધાસિરામ કોરી,રહે. કુબેરપુર,તા. લાહર,જી. ભિંડ,મધ્યપ્રદેશ, ખૂનનો 1 ગુન્હો
આ પણ વાંચો - એક સ્વરૂપવાન મહિલાની આઇપીએસ ઉપરની ઘોડેસવારી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


