Panchmahal : મુખ્યમંત્રી સડક માર્ગ યોજના હેઠળ 2023માં બનાવેલા રોડની જુઓ દુર્દશા
Panchmahal : પંચમહાલના મોરવા હડફથી અન્ય ગામને જોડતા કોઝવે પર ગાબડા પડ્યા છે. આ ગાબડાં રાહદારો અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ 2023માં નિર્મિત આ માર્ગ માટે સ્થાનિકોએ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવાનો આક્ષેપ કર્યો છે.
01:59 PM May 20, 2025 IST
|
Hardik Shah
- પંચમહાલના મોરવા હડફથી અન્ય ગામને જોડતા કોઝવે પર ગાબડાં
- મુખ્યમંત્રી સડક માર્ગ યોજના હેઠળ 2023માં બનાવ્યો હતો રોડ
- કોલીયારી નદીના કોઝવેમાં ગાબડાં પડતા રાહદારીઓને હાલાકી
- નાના-મોટો વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા
- હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
- કોઇપણ પ્રકારની જાનહાની થશે તો તંત્રની જવાબદારી રહેશે: સ્થાનિક
- કોઝવે પર કોઇપણ પ્રકારનું સૂચક બોર્ડ લગાવાયું ન હોવાનો આક્ષેપ
- અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી નહીં
Panchmahal : પંચમહાલના મોરવા હડફથી અન્ય ગામને જોડતા કોઝવે પર ગાબડા પડ્યા છે. આ ગાબડાં રાહદારો અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ 2023માં નિર્મિત આ માર્ગ માટે સ્થાનિકોએ હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવાનો આક્ષેપ કર્યો છે. હાલત એવી છે કે નાના મોટા વાહનો પસાર થતી વખતે લોકો જીવના જોખમ હેઠળ મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે કોઝવે પર કોઈપણ પ્રકારના ચેતવણીભર્યા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા નથી, જેનાથી અકસ્માતનો ભય સતત માથા પર તોળાઈ રહ્યો છે. સ્થાનિકોનો ગુસ્સો વધ્યો છે અને તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જો કોઈ જાનહાની સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. અનેક વખત રજૂઆત છત્તા હજુ સુધી કોઈ કાર્યવાહી ન થવાથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
Next Article