Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Panchmahal : ફૂલેકાને લઈ પિતરાઈ ભાઈ બાખડયા, લગ્ન પ્રસંગે લોહી રેડાતા સૌ શોકમગ્ન

પંચમહાલના શહેરા તાલુકાના ડેમલી ગામમાં લગ્નના પ્રસંગે ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. ફૂલેકું લઈ જવા જેવી નજીવી બાબતે પિતરાઈ ભાઈઓ વચ્ચે થયેલી માથાકૂટ આખરે એક યુવાનના મોતનું કારણ બની હતી.
panchmahal   ફૂલેકાને લઈ પિતરાઈ ભાઈ બાખડયા  લગ્ન પ્રસંગે લોહી રેડાતા સૌ શોકમગ્ન
Advertisement

પંચમહાલના શહેરા તાલુકાના ડેમલી ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક દુખદ બનાવ સામે આવ્યો છે. સંબંધીના ઘરે ફૂલેકું લઈ જવાની બાબતે મિનેશ ડામોર અને તેના પિતરાઈ ભાઈઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેનું સ્વરૂપ ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આરોપીઓ પ્રકાશ ડામોર અને દિપક ડામોરે મિનેશનું ગળું દબાવીને તેને નિર્દયતાથી માર માર્યો હતો, જેમાં મિનેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે લગ્નપ્રસંગમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દુખદ ઘટનામાં મિનેશના પરિવારમાંથી મોભી છીનવાઈ જતા તેના ત્રણ બાળકો નિરાધાર બન્યા છે.

Advertisement
Tags :
Advertisement

.

×