ગભરાયેલા પાકિસ્તાને રાતોરાત NSAની નિમણૂક કરી
Pahalgam Terror Attack : પાકિસ્તાને આંતરિક અને આંતરરાષ્ટ્રીય દબાણના પગલે અડધી રાતે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ISIના પ્રમુખ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિમણૂક કરી છે.
01:33 PM May 01, 2025 IST
|
Hardik Shah
Pahalgam Terror Attack : પાકિસ્તાને આંતરિક અને આંતરરાષ્ટ્રીય દબાણના પગલે અડધી રાતે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ISIના પ્રમુખ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિમણૂક કરી છે. 2022માં મુઈદ યૂસુફના રાજીનામા પછી ખાલી પડેલું પદ લાંબા સમયથી ભરાયેલું નહોતું, જે હવે ભરવામાં આવ્યું છે. અસીમ મલિકને રાત્રે જ NSAનો ચાર્જ સોંપાયો હોવાને કારણે અનેક અટકળો જાગી ઉઠી છે, અને તે પાકિસ્તાનની હાલની અસ્થિર સ્થિતિ અને સુરક્ષા ચિંતાઓને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.
Next Article