Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પેપર લિક મામલો , 100 દિવસમાં પરીક્ષા, એકપણ સવાલનો જવાબ આપ્યા વગર PC પુરી કરી દીધી

પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા મામલે   પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.. ચેરમેન સંદીપ કુમારે જણાવ્યું હતું કે આગામી 100 દિવસમાં પરીક્ષા યોજાશે. તેમણે કહ્યું કે આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત બહારની ગુનાહિત સંગઠિત ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. 15 આરોપીઓની અટકાયત 15 જેટલા આરોપીઓની અટકાયત કરાઈ છે. તેમની તપાસ ચાલુ છે. મહેનતુ અને સાચા
પેપર લિક મામલો   100 દિવસમાં પરીક્ષા  એકપણ સવાલનો જવાબ આપ્યા વગર pc પુરી કરી દીધી
Advertisement
પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થવા મામલે   પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.. ચેરમેન સંદીપ કુમારે જણાવ્યું હતું કે આગામી 100 દિવસમાં પરીક્ષા યોજાશે. તેમણે કહ્યું કે આ મામલામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાત બહારની ગુનાહિત સંગઠિત ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. 
15 આરોપીઓની અટકાયત 
15 જેટલા આરોપીઓની અટકાયત કરાઈ છે. તેમની તપાસ ચાલુ છે. મહેનતુ અને સાચા ઉમેદવારો નુકસાન ન થાય તે માટે પરીક્ષા રદ કરી તેવું તેમણે કહ્યું. તેમણે વધુમાં કહ્યું કે હવે પછીની પરીક્ષામાં ઉમેદવારોને એસટીમાં વિનામૂલ્યે મુસાફરીની સુવિધા અપાશે. સાથે જ કહેવાયં કે,હવે પછીની તારીખે યોજાનાર પરીક્ષામાં પરીક્ષાના દિવસે જ પોતાની હોલ ટીકીટ બતાવી એસટી બસમાં મફત આવવા-જવાની સુવિધા મેળવી શકાશે.
મીડિયાના સવાલોના જવાબ આપવા ન રોકાયા 
આટલી જાહેરાત કરીને પંચાયત સેવા પસંદગી મંડળના અધિકારીઓ  ઉભા થઈ ગયા હતા. તેઓ મીડિયાના પ્રશ્નોના જવાબ આપવા પણ રોકાયા ન હતા. ત્યારે સરકારને કોનો ડર છે તે સવાલ અહીં ઉભો થાય છે. તેઓએ મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાત કરવાનું ટાળ્યુ હતું. પ્રેસ કોન્ફરન્સનું કાગળિયું વાંચીને અધિકારીઓ ઉભા થઈ ગયા હતા. 
કાગળ પર લખેલું લખાણ વાંચી ગયા સંદિપકુમાર 
કાગળ પર લખેલું લખાણ વાંચીને ચેરમેન સંદીપ કુમાર ત્યાંથી રવાના થઈ ગયા હતી. તેઓ પત્રકારોના સવાલ આપવા માટે પણ ના ઊભા રહ્યા. પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન PC પૂરી કરીને રવાના થઇ ગયા તેઓએ પત્રકારોના એક પણ સવાલનો જવાબ ન આપ્યો. 100 દિવસમાં પરીક્ષા યોજાશે એટલું કહીને ચેરમેન ત્યાંથી રવાના થયા હતા. ત્યારે શું કાગળમાં લખેલી 4 લાઈન વાંચવા પત્રકાર પરિષદ રાખી હતી તે સવાલ અહીં ખુબજ મહત્વપૂર્ણ બની જાય છે. 


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×