ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાળકની સામે પેરેન્ટ્સે આવું કામ ક્યારેય ન કરવું

પેરન્ટ્સની આ આદતોની બાળકો પર પડે છે ખરાબ અસરબીજાની બુરાઈ કરવીતમે કેટલાય બાળકોને જોયા હશે, જેમનું ધ્યાન રમવા કરતાં મોટાઓની વાતો પર રહેતું હોય છે. તેનું કારણ એ છે કે તેઓ વડીલોની વાતો પર ધ્યાન આપે છે અને પછી તેમને પણ ગૉસિપ કરવાની આદત લાગે છે.ભેદભાવ ભરેલી વાતોજાતિ, લિંગ, ભાષા, ક્ષેત્ર વગેરેના ભેદભાવ વિશેની વાતો પણ બાળકો પોતાના વડીલો પાસેથી જ શીખે છે. જેમ કે જો બાળકના પિતા તેમની માતાને àª
09:55 AM Oct 14, 2022 IST | Vipul Pandya
પેરન્ટ્સની આ આદતોની બાળકો પર પડે છે ખરાબ અસરબીજાની બુરાઈ કરવીતમે કેટલાય બાળકોને જોયા હશે, જેમનું ધ્યાન રમવા કરતાં મોટાઓની વાતો પર રહેતું હોય છે. તેનું કારણ એ છે કે તેઓ વડીલોની વાતો પર ધ્યાન આપે છે અને પછી તેમને પણ ગૉસિપ કરવાની આદત લાગે છે.ભેદભાવ ભરેલી વાતોજાતિ, લિંગ, ભાષા, ક્ષેત્ર વગેરેના ભેદભાવ વિશેની વાતો પણ બાળકો પોતાના વડીલો પાસેથી જ શીખે છે. જેમ કે જો બાળકના પિતા તેમની માતાને àª
પેરન્ટ્સની આ આદતોની બાળકો પર પડે છે ખરાબ અસર

બીજાની બુરાઈ કરવી
તમે કેટલાય બાળકોને જોયા હશે, જેમનું ધ્યાન રમવા કરતાં મોટાઓની વાતો પર રહેતું હોય છે. તેનું કારણ એ છે કે તેઓ વડીલોની વાતો પર ધ્યાન આપે છે અને પછી તેમને પણ ગૉસિપ કરવાની આદત લાગે છે.
ભેદભાવ ભરેલી વાતો
જાતિ, લિંગ, ભાષા, ક્ષેત્ર વગેરેના ભેદભાવ વિશેની વાતો પણ બાળકો પોતાના વડીલો પાસેથી જ શીખે છે. જેમ કે જો બાળકના પિતા તેમની માતાને પોતાના કરતાં ઓછાં સમજતાં હોય, કે પછી મન ફાવે તેમ બોલતાં હોય, તો બાળક પણ એ જ શીખશે..  
એકબીજા પર અકળાવું
જો પતિ-પત્ની એકબીજા પર બૂમાબૂમ કરતા હોય તો, તેની ખરાબ અસર બાળકો પર પડે છે. તેનાથી બાળક પણ ખીજાઈને ગુસ્સાથી વાત કરવાની શરુ કરી દે છે. તેના વ્યવહારમાં ગુસ્સો અને તોછડાઈ જોવા મળે છે. તે અન્ય બાળકો પર રુઆબ જમાવવાની કોશિશ કરે છે.
દારૂ અથવા અન્ય નશા કરવા
જે બાળકે હંમેશા પોતાના પેરન્ટને દારૂ પીતા જોયા છે, તેના પર કેવી અસર પડશે? બાળક પણ આ આદતને શીખી શકે છે. વધુમાં તેની અંદર પણ ઉત્સુકતા વધે છે કે તેનું પીવાથી શું થાય છે..
દરેકને ખરાબ રીતે ટ્રીટ કરવું
બાળકો પોતાના પેરન્ટને ફોલો કરે છે. જો તમે કોઈ પણ ખરાબ વ્યવહાર કરશો, તો તે બાળક પણ આ જ વ્યવહારને યોગ્ય માનશે. તેવામાં ખૂબ જ જરૂરી છે કે તમે તમારા વ્યવહારમાં સુધારો લાવો.
Tags :
GujaratFirstHealthCareHealthTipsLifeStyleRelationshipTips
Next Article