સુરતના એક જર્જરિત મકાનનો ધાબાનો ભાગ થયો ધરાશાયી, એક ઈજાગ્રસ્ત
સુરતના હોડી બંગલા વિસ્તારમાં એક વર્ષો જૂની ઈમારતનો ટેરેસનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, જેને ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા (SMC) અને ફાયર વિભાગે સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવીને સલામતીના પગલાં લીધાં.
Advertisement
Surat : સુરતના હોડી બંગલા વિસ્તારમાં એક વર્ષો જૂની ઈમારતનો ટેરેસનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો, જેને ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા (SMC) અને ફાયર વિભાગે સંપૂર્ણ બિલ્ડિંગ ખાલી કરાવીને સલામતીના પગલાં લીધાં. આ ઈમારતની જર્જરિત હાલતને કારણે અગાઉ અનેકવાર નોટિસો આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિકો અને માલિકોએ તેનું પાલન ન કરતાં આ દુર્ઘટના બની. ફાયર વિભાગ અને તંત્રની નોટિસો છતાં જરૂરી સમારકામ કે ખાલી કરાવવાની કાર્યવાહી ન થતાં, તંત્ર દ્વારા માત્ર નોટિસ આપીને જવાબદારી પૂરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે બિલ્ડિંગ સલામતીના નિયમોની ઉણપ દર્શાવે છે.
Advertisement