Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રના ગોંદીયામાં પેસેન્જર ટ્રેને માલગાડીને મારી ટક્કર, 50થી વધુ મુસાફરો ઘાયલ

મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. એક પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી છે. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફરનું મોત થયું નથી.  જોકે, 50થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી છે. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડ
મહારાષ્ટ્રના ગોંદીયામાં પેસેન્જર ટ્રેને માલગાડીને મારી ટક્કર  50થી વધુ મુસાફરો ઘાયલ
Advertisement
મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. એક પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી છે. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મુસાફરનું મોત થયું નથી.  જોકે, 50થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.
મહારાષ્ટ્રના ગોંદિયામાં ટ્રેન દુર્ઘટનામાં પેસેન્જર ટ્રેને ગુડ્સ ટ્રેનને ટક્કર મારી છે. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. 
આ ઘટના મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે બની હતી જ્યારે એક ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 50થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. ગુડ્સ ટ્રેન અને પેસેન્જર ટ્રેન ભગત કી કોઠી વચ્ચે સિગ્નલ ન મળવાને કારણે આ અકસ્માત થયો હતો. રાહતની વાત એ છે કે આમાં એકપણ મુસાફરનું મોત થયું નથી. અકસ્માતનો ભોગ બનેલી ટ્રેન છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી.
ઘાયલ મુસાફરોને ગોંદિયા જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ઘટના મધ્યરાત્રિ દરમિયાન બની હતી. આ બંને ટ્રેનો એક જ દિશામાંથી એટલે કે નાગપુર તરફ જઈ રહી હતી. લીલી ઝંડી મળતાં જ ભગતની કોઠી ટ્રેન જઇ રહી હતી, પરંતુ ગુડ્સ ટ્રેનને ગોંદિયા શહેર પહેલાં સિગ્નલ ન મળતાં પાટા પર ઉભી રહી હતી. જેના કારણે ભગતની કોઠી ટ્રેન તેની સાથે પાછળથી અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.

Advertisement
Tags :
Advertisement

.

×