Patan : નકલી ચલણી નોટ છાપવાનું મોટું કૌભાંડ ઝડપાયું, જુઓ VIDEO
Patan : પાટણ જિલ્લામાં નકલી ચલણી નોટ છાપવાના મોટા કૌભાંડનો એલસીબી અને ચાણસ્મા પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા પર્દાફાશ કર્યો છે. દેલમાલ ગામમાં આવેલી 'શિવમ ઇલેક્ટ્રોનિક્સ' નામની ઝેરોક્ષની દુકાનમાંથી 500 ના દરની 492 નકલી નોટો મળી આવતા કુલ 2.46 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે.
Advertisement
Patan : પાટણ જિલ્લામાં નકલી ચલણી નોટ છાપવાના મોટા કૌભાંડનો એલસીબી અને ચાણસ્મા પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા પર્દાફાશ કર્યો છે. દેલમાલ ગામમાં આવેલી 'શિવમ ઇલેક્ટ્રોનિક્સ' નામની ઝેરોક્ષની દુકાનમાંથી 500 ના દરની 492 નકલી નોટો મળી આવતા કુલ 2.46 લાખ રૂપિયાની બનાવટી ચલણી નોટો સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. દરોડા દરમિયાન પોલીસે પ્રિન્ટર, કોમ્પ્યુટર અને બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કૌભાંડના તાર દિલ્હી અને રાજસ્થાન સુધી જોડાયેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જ્યારે આ મામલે અન્ય 3 આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુઓ વીડિયો..

