Patan : હારીજમાં વેપારી લૂંટાયો, છરી બતાવીને 2.70 લાખ પડાવ્યા
પાટણ જિલ્લાના હારીજમાં વેપારીને છરી બતાવી 2.70 લાખની લૂંટ ચલાવનાર મધ્યપ્રદેશની ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હારીજ પોલીસ, LCB અને SOGની સંયુક્ત કામગીરીને પગલે ગણતરીના 48 કલાકમાં જ 6 લૂંટારૂઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
Advertisement
પાટણના હારીજ વિસ્તારમાં ગત દિવસોમાં એક વેપારી પાસેથી છરીની અણીએ ₹2.70 લાખની સનસનીખેજ લૂંટ થઈ હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને પાટણ પોલીસ હરકતમાં આવી હતી. LCB, SOG અને હારીજ પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે માત્ર 48 કલાકમાં જ લૂંટનો ગુનો ઉકેલી નાખ્યો છે. આ લૂંટમાં સંડોવાયેલી મધ્યપ્રદેશની ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેમની પાસેથી ₹2.50 લાખની રોકડ અને લૂંટમાં વપરાયેલા બે બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ પરપ્રાંતીય ટોળકીને વેપારી અંગેની ચોક્કસ બાતમી કોણે આપી હતી અને આ ગેંગ અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલી છે.
Advertisement


