Patan : ‘કડિયા સાંસી’ ગેંગનો મુખ્ય સૂત્રધાર LCBએ ફિલ્મી ઢબે ઝડપ્યો
Patan : ‘કડિયા સાંસી’ ગેંગનો મુખ્ય સૂત્રધાર LCBએ ફિલ્મી ઢબે ઝડપ્યો
Advertisement
Patan : પાટણ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ એક ફિલ્મી સ્ટાઈલમાં મોટી કાર્યવાહી કરીને કુખ્યાત કડિયા સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયા અને 11 વર્ષથી વોન્ટેડ રહેલી મહિલા આરોપી ક્રિષ્ણા સિસોદિયાની ધરપકડ કરી છે. આ બંનેને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રાજગઢ ખાતેથી વેશપલટો કરીને 4 દિવસ સુધી નજર રાખીને પકડવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહીમાં 5 લાખ રૂપિયાની રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ધરપકડથી પાટણ જિલ્લાના 6થી વધુ ચોરીના ગુના અને રાજસ્થાનમાં પણ 5 ગુનાનો ભેદ ઉકેલાયો છે.


