Patan માં ભાગેડું લગ્નો સામે જંગ! જુઓ SPG એ શું કરી માંગ?
Patan: પાટણ જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) તાલુકાના ગાગલાસણા (Gaglasana) ગામે સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevadal - SPG) દ્વારા એક વિશાળ જન જાગૃતિ મહાસંમેલન યોજાયું હતું.
Advertisement
Patan: પાટણ જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) તાલુકાના ગાગલાસણા (Gaglasana) ગામે સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevadal - SPG) દ્વારા એક વિશાળ જન જાગૃતિ મહાસંમેલન યોજાયું હતું. SPG રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ (Laljibhai Patel) ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક સુરક્ષા અને દીકરીઓના ભવિષ્ય માટે લગ્ન નોંધણી કાયદામાં સુધારા તથા મૈત્રી કરાર (Maitri Karar) રદ કરવાની પ્રબળ માંગ ઉઠી હતી. સંમેલનમાં 'ભાગેડુ લગ્નો અટકાવો' ના નારા સાથે સમાજના અગ્રણીઓએ સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા. SPG આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર માત્ર 'લોલીપોપ' આપી રહી છે, પરંતુ નક્કર અમલવારી થતી નથી. સંમેલનમાં ઠરાવ કરવામાં આવ્યો કે જો વહેલી તકે કાયદો નહીં બદલાય, તો લાખોની સંખ્યામાં વિધાનસભા (Vidhan Sabha) નો ઘેરાવો કરવામાં આવશે. જુઓ અહેવાલ....


