Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ બનાવી Reel અને પછી..!

Patan : રાજ્યમાં પરીક્ષા પહેલા પેપર ફૂટ્યાની અનેક ઘટનાઓ અગાઉ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગની (Gujarat Education Department) કામગીરી સામે સવાલ ઊભા કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
Advertisement
  • પાટણની કોલેજમાં ચાલુ પરીક્ષામાં રીલ બનાવી રોલો પાડતો વિદ્યાર્થી!
  • મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વીડિયો થયો વાયરલ
  • HNGU અને બાસપા કોલેજના પ્રિન્સિપાલ થયા દોડતા
  • કોલેજ સંચાલકો તાત્કાલિક HNGU એ પહોંચ્યા
  • HNGU એ વાયરલ રીલ મામલે કોલેજ પાસેથી મંગાવ્યો રિપોર્ટ
  • જવાબદાર વિદ્યાર્થી સામે કડક પગલાં ભરવાની આપી ખાતરી

Patan : રાજ્યમાં પરીક્ષા પહેલા પેપર ફૂટ્યાની અનેક ઘટનાઓ અગાઉ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગની (Gujarat Education Department) કામગીરી સામે સવાલ ઊભા કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે, તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી દાવો કરતા લખ્યું કે, પાટણનાં સમીમાં આવેલ બાસપાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા વર્ગખંડની અંદર એક વિદ્યાર્થી મોબાઇલ લઈને પહોંચે છે અને પ્રશ્ન પત્રની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. આ મામલે વિદ્યાર્થી નેતાએ તપાસની માગ પણ કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×