ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ડહેલી ગામના લોકો પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર

ભરૂચ  નજીક આવેલા વાલિયા તાલુકા ડહેલી ગામના લોકો પુલના અભાવે ધસમસતા પાણી વચ્ચેથી અંતિમયાત્રા લઈ જવા માટે મજબૂર બન્યા છે. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતી હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.કમરસમા પાણીમાંથી નાનામી લઈ જવા મજબૂરવાલિયા તાલુકાના ડહેલી ગ્રામપંચાયતના ગામનાં ગ્રામજનોની વર્ષો જૂની વેદનાનો અંત આવતો જ નથી. નદી પર પુલના અભાવે ગામના લોકોએ
12:13 PM Aug 06, 2022 IST | Vipul Pandya
ભરૂચ  નજીક આવેલા વાલિયા તાલુકા ડહેલી ગામના લોકો પુલના અભાવે ધસમસતા પાણી વચ્ચેથી અંતિમયાત્રા લઈ જવા માટે મજબૂર બન્યા છે. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતી હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.કમરસમા પાણીમાંથી નાનામી લઈ જવા મજબૂરવાલિયા તાલુકાના ડહેલી ગ્રામપંચાયતના ગામનાં ગ્રામજનોની વર્ષો જૂની વેદનાનો અંત આવતો જ નથી. નદી પર પુલના અભાવે ગામના લોકોએ
ભરૂચ  નજીક આવેલા વાલિયા તાલુકા ડહેલી ગામના લોકો પુલના અભાવે ધસમસતા પાણી વચ્ચેથી અંતિમયાત્રા લઈ જવા માટે મજબૂર બન્યા છે. અનેક વખત તંત્રને રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતી હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.
કમરસમા પાણીમાંથી નાનામી લઈ જવા મજબૂર
વાલિયા તાલુકાના ડહેલી ગ્રામપંચાયતના ગામનાં ગ્રામજનોની વર્ષો જૂની વેદનાનો અંત આવતો જ નથી. નદી પર પુલના અભાવે ગામના લોકોએ દર ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી નનામી લઈને કમર સમા ભરાયેલા પાણીમાંથી ડાઘુઓને પસાર થઈને સામે પાર આવેલા સ્મશાનમાં જવું પડે છે. ચોમાસા દરમિયાન વરસતા વરસાદમાં ગામમાં કોઈપણ વ્યક્તિનું મોત થાય, ત્યારે ગામના લોકો પર મુસીબત આવી પડે છે. ગઈકાલે ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં જેની અંતિમયાત્રા નીકળી હતી. એનો કોઈ ગ્રામજને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.
તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતાં ગ્રામજનોમાં રોષ
ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસાની સીઝનમાં નદી ઓળગી બીજા કિનારે આવેલા સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જવું પડે છે. વર્ષોથી સરકારનું વહીવટી તંત્ર ગામએ પુલ બનાવવા રજૂઆતો કરી છે, પરંતુ ગ્રામજનોની રજૂઆતો આજદિન સુધી કોઈ નિરાકરણ નહિ આવતાં ગ્રામજનોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે, જેથી વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવાય એવી પણ માગ ગ્રામજનો કરી રહ્યાં છે.
Tags :
DahelivillageforcedGujaratFirstNamamiPeople
Next Article