ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાણકીના અડધા બળેલા પગ સાથે મામા પોલીસ સ્ટેશન પહોંચ્યા, કહ્યું - સાહેબ ન્યાય આપો

બિહારના ભોજપુર વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારના લોકો પોતાની દીકરીનો અડધો બળેલો પગ લઇને પોલીસ સ્ટેશ પહોંચ્યા હતા. પોલીસને સબૂત તરીકે પોતાની દીકરીનો અડધો બળેલો પગ બતાવીને પોલીસકર્મીઓને આજીજી કરી કે અમને ન્યાય આપો. ત્યારબાદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી શરુ કરી છે.આ ઘટના બિહારના ભોજપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસ સà
03:09 PM Jun 10, 2022 IST | Vipul Pandya
બિહારના ભોજપુર વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારના લોકો પોતાની દીકરીનો અડધો બળેલો પગ લઇને પોલીસ સ્ટેશ પહોંચ્યા હતા. પોલીસને સબૂત તરીકે પોતાની દીકરીનો અડધો બળેલો પગ બતાવીને પોલીસકર્મીઓને આજીજી કરી કે અમને ન્યાય આપો. ત્યારબાદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી શરુ કરી છે.આ ઘટના બિહારના ભોજપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસ સà
બિહારના ભોજપુર વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારના લોકો પોતાની દીકરીનો અડધો બળેલો પગ લઇને પોલીસ સ્ટેશ પહોંચ્યા હતા. પોલીસને સબૂત તરીકે પોતાની દીકરીનો અડધો બળેલો પગ બતાવીને પોલીસકર્મીઓને આજીજી કરી કે અમને ન્યાય આપો. ત્યારબાદ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે અને કાર્યવાહી શરુ કરી છે.
આ ઘટના બિહારના ભોજપુર જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસ સ્ટેશનની હદમાં આવતા બરૌલી ગામમાં દહેજના લોભમાં સાસરી પક્ષના લોકોએ ગળું દબાવીને પરિણીતાની હત્યા કરી અને બાદમાં પુરાવાનો નાશ કરવા લાશને જમીનમાં દાટી દીધી. માત્ર આટલું જ નહીં પરંતુ બાદમાં લાશને બહાર કાઢીને સળગાવી દીધી. આ ઘટનાની જાણ તે મહિલાના પરિવારના લોકોને થતા તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા. જ્યાં તે મહિલાના અડધા બળેલા પગ પરની પાયલ અને વીંટી પરથી તેની ઓળખ કરી.
ગયા વર્ષે ધામધૂમથી થયા હતા લગ્ન
ઘટના વિશેની મળતી માહિતી પ્રમાણે મુફસ્સિલ પોલીસ સ્ટેશનના બભનગાવાના રહેવાસી અખિલેશ બિંદની પુત્રી મમતા દેવીના લગ્ન 2021ના મે મહિનામાં પાસેના બરૌલી ગામના રહેવાસી શત્રુઘ્ન બિંદ સાથે થયા હતા. મમતાના માતા-પિતા ગુજરાતના રાજકોટમાં મજૂરી કામ કરતા હતા, તેથી મમતા લાંબા સમયથી બરૌલી ગામમાં તેના મામા સાથે રહેતી હતી. 2021માં તેના મામએ ધામધીમથી તેના લગ્ન કરાવ્યા હતા.
લગ્ન સમયે પિયરના લોકોએ શત્રુઘ્ન બિંદને દહેજમાં પૈસા તેમજ અન્ય વસ્તુઓ આપી હતી. આમ છતાં શત્રુઘ્ન લગ્ન બાદ મમતાને તેના માતા-પિતા પાસેથી દહેજ તરીકે એક લાખ રૂપિયાની માંગણી કરીને હેરાન કરતો હતો. અંતે એક લાખ રૂપિયા ના મળવાને કારણે શત્રુઘ્ને તેના પરિવારના સભ્યો સાથે મળીને મમતાની હત્યા કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને પહેલા ચાંડી પોલીસ સ્ટેશનના સરીપુર-વિશુનપુરના સોન નદી ઘાટ પાસે રેતીમાં દાટી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીઓનું મન બદલાતા મૃતદેહને રેતીમાંથી બહાર કાઢી સળગાવીને સ્થળ પરથી નાસી ગયા હતા.
પગની વીંટી અને પાયલ પરથી ઓળખ થઇ
મમતાની હત્યા કર્યા બાદ તેની લાશને બાળવા માટે તેના સાસરિયાઓએ ગાડી ભાડે લીધી હતી. મૃતદેહને રેતીમાં દાટી દીધા બાદ વાહન ચાલક ફર્યો હતો. જો કે ત્યાં સુધીમાં સ્થાનિક ગ્રામજનોએ શંકાના આધારે તેને  પકડી લીધો હતો. દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી. તો બીજી તરફ સાસારીના લોકોએ મૃતદેહને બહાર કાઢીને રેતીમાંથી સળગાવવાનું શરૂ કરી દીધું હતું અને બાદમાં ભાગી ગયા હતા. મમતાના મામાને જાણ થઇ કે મમતાની હત્યા થઇ છે અને તેના મૃતદેહને નદીના ઘાટ પર લઇ ગયા છે. જ્યાર મમતાના મામ પહોંચ્યા ત્યાં સુધીમાં તો લાશ બળી ગઇ હતી. જો કે મૃતદેહ સંપૂર્ણપણે નહોતો બળ્યો. અડધો બળેલો પગ જોઇને તેની પાયલ અને વીંટી પરથી તેના મામાએ મમતાને ઓળખી કાઢી.
ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઇ
બુધવારે આ ઘટના બાદ મમતાના મામા અડધા બળેલા પગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે મમતાના પતિ શત્રુઘ્ન બિંદ અને સસરા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે.  અડધા બળેલા પગને પોલીસે પુરાવા તરીકે ડીએનએ ટેસ્ટ માટે પટનાની ફોરેન્સિક લેબમાં મોકલ્યો છે. હાલમાં પોલીસ મમતાના પતિ અને અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. તોઆ તરફ પુત્રીના મૃત્યુના સમાચાર મળતા જ મમતાના માતા-પિતા ગુજરાતથી આરા આવી રહ્યા છે.
Tags :
BhojpurBihardowryGujaratFirstInLawsfamilyInlawskilledwomenMurder
Next Article