પાગલ પ્રેમીની કરતૂત જોઈને લોકો નવાઈ પામ્યાં ! જુઓ શું કર્યુ કારસ્તાન
કર્ણાટકના બેંગલુરુ શહેરની એક શાળાની બહાર કેટલાક લોકોની વિચિત્ર હરકતો જોવા મળી હતી. વાસ્તવમાં, બેંગલુરુ શહેરના એક વિસ્તારમાં આવેલી શાંતિધામ સ્કૂલ તરફ જતી સીડીઓ, દિવાલો અને રસ્તા પર 'સોરી' લખેલું જોવાં મળ્યું હતું. પાગલ પ્રેમીની કરતૂત જોઈને લોકો નવાઈ પામ્યાં હતાં. આ પહેલાં પણ બેંગ્લોરની એક શાળામાં છોકરીઓનો ઝઘડાનો વિડીયો ચર્ચાનો વિષય બન્યું હતું. હવે કર્ણાટકના બેંગલુરુ શહેરમાà
10:25 AM May 26, 2022 IST
|
Vipul Pandya
કર્ણાટકના બેંગલુરુ શહેરની એક શાળાની બહાર કેટલાક લોકોની વિચિત્ર હરકતો જોવા મળી હતી. વાસ્તવમાં, બેંગલુરુ શહેરના એક વિસ્તારમાં આવેલી શાંતિધામ સ્કૂલ તરફ જતી સીડીઓ, દિવાલો અને રસ્તા પર 'સોરી' લખેલું જોવાં મળ્યું હતું. પાગલ પ્રેમીની કરતૂત જોઈને લોકો નવાઈ પામ્યાં હતાં.
આ પહેલાં પણ બેંગ્લોરની એક શાળામાં છોકરીઓનો ઝઘડાનો વિડીયો ચર્ચાનો વિષય બન્યું હતું. હવે કર્ણાટકના બેંગલુરુ શહેરમાં એક શાળાની બહાર કોઇની વિચિત્ર કરતૂત જોવા મળી હતી. બેંગલુરુ શહેરની શાંતિધામ સ્કૂલ તરફ જતા સીડીઓ, દિવાલો અને રસ્તા પર 'સોરી' લખેલું જોઈને દરેક વ્યક્તિને આશ્ચર્ય થયું. બેંગલુરુના ડીસીપી ડૉ. સંજીવ પાટીલના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં બાઇક પર સવાર બે લોકો આ કરતાં જોવા મળ્યા છે, જોકે તેમની ઓળખ હજુ સુધી થઈ નથી.
અહેવાલ મુજબ, મંગળવારે સવારે, શાળાના અધિકારીઓને શાળા તરફ જતી સીડીઓ, દિવાલો અને રસ્તાઓ પર લાલ, બોલ્ડ અક્ષરોમાં 'સોરી' લખેલું જોઈને આશ્ચર્ય થયું હતું. આજકાલ નાની બાબતોમાં બાળકોમાં પણ ક્રિમિનલ મેન્ટાલિટી ઘર કરી ગઇ છે.જેના કારણે ઘણાં ગુનાઓ પણ થાય છે. તેથી કોઇ અધટિત ઘટના ન બને તે માટે શાળા સંચાલકોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે.
પોલીસે જણાવ્યું હતું કે શાળા સત્તાવાળાઓને શંકા છે કે આ કેટલાક વિદ્યાર્થીઓનું કૃત્ય હોઈ શકે છે. પોલીસે જણાવ્યું હતું કે આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. સીસીટીવી ફૂટેજમાં બે યુવકો બાઇક પર જતાં જોવા મળી રહ્યા છે, જે બાદ તેઓ બેગમાંથી પેઇન્ટ કાઢીને સ્કૂલની બહાર સોરી લખીને ભાગી ગયા હતા, તેમની ઓળખ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના મંગળવારે સવારે 11 થી 12 વાગ્યાની વચ્ચે બની હતી. પોલીસે જણાવ્યું કે બે યુવકો ફૂડ ડિલિવરી બેગ લઈને મોટરસાઈકલ પર આવ્યા અને સ્પ્રે પેઇન્ટથી 'સોરી' લખીને નાસી છૂટ્યા. પોલીસને શંકા છે કે આમાં કોઇ કથિત પ્રેમી પણ હોઈ શકે છે. જો કે પોલીસ તપાસમાં લાગેલી છે.
Bangalore, Sorry School, Sorry Paint Outside School,Sorry on School Walls
Next Article