Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકવાર ફરી ભડકો, પ્રતિ લિટર રૂ.200 થયો ભાવ

પાકિસ્તાનમાં પરિસ્થિતિ સતત ખરાબ થતી જઇ રહી છે. અહીં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એકવાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.પાકિસ્તાનમાં પરિસ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. દેશમાં મોંઘવારી સતત વધતા સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમ
પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં એકવાર ફરી ભડકો  પ્રતિ લિટર રૂ 200 થયો ભાવ
Advertisement
પાકિસ્તાનમાં પરિસ્થિતિ સતત ખરાબ થતી જઇ રહી છે. અહીં મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એકવાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.
પાકિસ્તાનમાં પરિસ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. દેશમાં મોંઘવારી સતત વધતા સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. મળી રહેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 30નો વધારો થયો છે. આ પહેલા પણ પાકિસ્તાનની નવી સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે સ્થિતિ એવી બની છે કે અહી એક લિટર પેટ્રોલ ખરીદવું મોંઘુ બની ગયું છે. જીહા, પેટ્રોલનો ભાવ અહીં 200 રૂપિયાથી પણ વધારે થઇ ગયો છે. આ ભાવ વધારા બાદ, પેટ્રોલ રૂ.209.86, ડીઝલ રૂ.204.15, કેરોસીન રૂ. 181.94 અને લાઇટ ડીઝલ રૂ.178.31 થશે. માત્ર કેરોસીન તેલના ભાવમાં 30 રૂપિયાથી ઓછો વધારો કરવામાં આવ્યો હતો. સતત બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30-30 એમ 60 રૂપિયાનો વધારો કરવા છતા હજુ પણ પાકિસ્તાન સરકારને પેટ્રોલમાં લગભગ 9 રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે. જેનું એક સૌથી મોટું કારણે ઈંધણ ઉપર પાકિસ્તાન કોઇ ટેક્સ વલૂસતું નથી.
આ ભાવ વધારા બાદ પાકિસ્તાનમાં મધરાતથી પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો લાગુ થઈ ગઈ છે. ગત દિવસે પાકિસ્તાનના મંત્રી મિફતાહ ઈસ્માઈલે તેલની કિંમતોમાં 30 રૂપિયાના વધારાની જાણકારી આપી હતી. આ અંગે ઈસ્માઈલે કહ્યું કે, સરકાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે દૈનિક વાટાઘાટો કરી રહી છે, તેમણે ઉમેર્યું કે, "અમે તેમની તમામ માંગણીઓ સ્વીકારી શકતા નથી, પરંતુ કેટલાક મુદ્દાઓ છે જેના પર આપણે સંમત થવું પડશે." બીજી તરફ, ઈસ્માઈલે કહ્યું કે, સરકાર દેશભરના યુટિલિટી સ્ટોર્સમાં ખાંડ અને ઘઉંના ભાવ અનુક્રમે 70 રૂપિયા પ્રતિ કિલો અને 40 રૂપિયા પ્રતિ કિલોના દરે જાળવી રાખશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર બાદ દેશ સતત મુશ્કેલીમાં મુકાઇ રહ્યો છે. 
 
Tags :
Advertisement

.

×