Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

સૌરાષ્ટ્રમાં PGVCL ની મેગા ડ્રાઇવ! 652 કરોડની બાકી વસૂલાત માટે 2700 ટીમો મેદાનમાં, વીજ જોડાણો કપાશે

PGVCL mega recovery drive : સૌરાષ્ટ્રના વીજ ગ્રાહકો પાસે બાકી રહેલી કરોડો રૂપિયાની વસૂલાત કરવા માટે PGVCL દ્વારા આજથી એક મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અંદાજે 26.68 લાખ ગ્રાહકો પાસેથી કુલ 652.99 કરોડ રૂપિયાનું વીજ બિલ વસૂલવાનું બાકી હોવાથી તંત્ર દ્વારા 2700 જેટલી ટીમોને વસૂલાત અને કનેક્શન કાપવાની કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે.
Advertisement
  • Rajkot માં PGVCLની મેગા ડ્રાઇવ આજે શરૂ થઈ
  • બાકી વીજ બિલ ન ભરનારા ગ્રાહકોના કનેક્શન કપાશે
  • સૌરાષ્ટ્રમાં 2700 ટીમો એકસાથે મેદાનમાં ઉતરી
  • 26.68 લાખ ગ્રાહકો પાસે 652.99 કરોડ રૂપિયા બાકી
  • રાજકોટ શહેર-જિલ્લામાં 5.57 લાખ ગ્રાહકો બાકીદાર

PGVCL mega recovery drive : સૌરાષ્ટ્રના વીજ ગ્રાહકો પાસે બાકી રહેલી કરોડો રૂપિયાની વસૂલાત કરવા માટે PGVCL દ્વારા આજથી એક મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં અંદાજે 26.68 લાખ ગ્રાહકો પાસેથી કુલ 652.99 કરોડ રૂપિયાનું વીજ બિલ વસૂલવાનું બાકી હોવાથી તંત્ર દ્વારા 2700 જેટલી ટીમોને વસૂલાત અને કનેક્શન કાપવાની કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે.

જેમાં સૌથી વધુ રાજકોટ શહેર અને જિલ્લાના 5.57 લાખ ગ્રાહકો પાસે 130.35 કરોડ રૂપિયા બાકી છે, જ્યારે જામનગરમાં 88.71 કરોડ અને સુરેન્દ્રનગરમાં 76.64 કરોડની રકમ લેણી નીકળે છે. PGVCLએ આ વખતે અત્યંત કડક વલણ અપનાવ્યું છે અને જે ગ્રાહકો આજની આ ઝુંબેશ દરમિયાન બાકી રકમ નહીં ભરે, તેમના વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખવાની સૂચના આપવામાં આવી છે. આ ઓપરેશનને કારણે વીજ બિલ ન ભરનારા બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×