ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM MODI અને કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ મિલાવ્યા હાથ, ફોટો વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ન્યૂ ચંદીગઢની મુલાકાતે હતા. આ દરમિયાન તેમની સાથે મંચ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી, ભાજપના બે નેતાઓ ઉપરાંત શ્રી આનંદપુર સાહિબના સાંસદ મનીષ તિવારી પણ હાજર હતા. મોદીએ સ્ટેજ પર મનીષ તિવારી સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ  તેનો એક ફોટો ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો.મુખ્ય પ્રધાન ભગવંત માન અને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતની હાજરીમાં  વડા પ્રધાન નરેન્દ્ર મોà
05:02 AM Aug 25, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ન્યૂ ચંદીગઢની મુલાકાતે હતા. આ દરમિયાન તેમની સાથે મંચ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી, ભાજપના બે નેતાઓ ઉપરાંત શ્રી આનંદપુર સાહિબના સાંસદ મનીષ તિવારી પણ હાજર હતા. મોદીએ સ્ટેજ પર મનીષ તિવારી સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ  તેનો એક ફોટો ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો.મુખ્ય પ્રધાન ભગવંત માન અને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતની હાજરીમાં  વડા પ્રધાન નરેન્દ્ર મોà
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ન્યૂ ચંદીગઢની મુલાકાતે હતા. આ દરમિયાન તેમની સાથે મંચ પર રાજ્યપાલ, મુખ્યમંત્રી, ભાજપના બે નેતાઓ ઉપરાંત શ્રી આનંદપુર સાહિબના સાંસદ મનીષ તિવારી પણ હાજર હતા. મોદીએ સ્ટેજ પર મનીષ તિવારી સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ  તેનો એક ફોટો ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો.
મુખ્ય પ્રધાન ભગવંત માન અને રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતની હાજરીમાં  વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા મતવિસ્તાર આનંદપુર સાહિબના સાંસદ મનીષ તિવારી સાથે હાથ મિલાવતા જોવા મળ્યા હતા. ટ્વિટર પર આ ફોટોનું શીર્ષક 'આખિર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' હતું. આ ફોટોમાં પીએમ નરેન્દ્ર મોદી અને સાંસદ મનીષ તિવારીને પણ ટેગ કરવામાં આવ્યા છે. 
આ ફોટા પર મનીષ તિવારીએ યુઝરને જવાબ આપ્યો કે જો વડાપ્રધાન તેમના સંસદીય ક્ષેત્ર શ્રી આનંદપુર સાહિબ આવે છે, તો રાજકીય મતભેદો હોવા છતાં તેમનું સ્વાગત કરવાની જવાબદારી તેમની છે. તે એક પ્રોટોકોલ પણ છે.
આપણે પંજાબીઓ ના તો નાના મનના છીએ કે ના તો નાના દિલના..
મનીષ તિવારીએ ટ્વિટર પર જવાબ આપતા અંતે લખ્યું કે અમે પંજાબીઓ ના તો નાના દિમાગના છીએ કે નાના દિલના પણ નથી. આ પછી પોસ્ટને લગભગ 107 વખત રી-ટ્વીટ કરવામાં આવી. ઉપરાંત, એક હજારથી વધુ લોકોએ તેને પસંદ કર્યો છે. આટલું જ નહીં, કેટલાક લોકોએ મનીષ તિવારીને લખ્યું પણ છે કે, જો ભાજપમાં તક મળે તો તે લેવાથી પાછળ ન રહેવું જોઈએ. આ સિવાય ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. આ મામલો ટ્વિટર પર છવાયેલો છે.

Tags :
CongressGujaratFirstManishTiwariMPPMModi
Next Article