Gujarat Foundation Day નિમિત્તે PM Modi એ CM ભૂપેન્દ્રભાઈ પટેલને શુભેચ્છા પાઠવી
Gujarat Foundation Day: ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિશેષ સંદેશ પાઠવીને રાજ્યની પ્રગતિને બિરદાવી છે. પીએમ મોદીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતે ભૂકંપ (Earthquake) અને વાવાઝોડા (Cyclone) જેવી કપરી પરિસ્થિતિઓમાંથી બહાર આવીને દેશ માટે એક મોડેલ સ્ટેટ (Model State) તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ખાસ કરીને મહિલા (Women), ખેડૂત (Farmers) અને યુવાઓના (Youth) વિકાસ માટેની સરકારની નીતિઓને જનતાએ જે રીતે આશીર્વાદ આપ્યા છે તેની પ્રશંસા કરી હતી. આ પ્રેરણાદાયી સંદેશ બદલ મુખ્યમંત્રીએ પીએમ મોદીનો આભાર (Gratitude) માનતા જણાવ્યું કે, તેમના વિઝન (Vision) અને માર્ગદર્શન હેઠળ ગુજરાત કૃષિ (Agriculture), ઉદ્યોગ (Industry) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure) ક્ષેત્રે 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યું છે.. ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાને શું કહ્યું તે જાણવા જુઓ આ અહેવાલ..


