NDA ની બેઠકમાં PM મોદીનું સન્માન, રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર આપી પ્રતિક્રિયા
PM Modi : દિલ્હીમાં યોજાયેલી NDA સંસદીય બેઠકમાં PM નરેન્દ્ર મોદી (PM Modi) નું ઓપરેશન સિંદૂર (Operation Sindoor) ની સફળતા બદલ ભવ્ય સન્માન કરવામાં આવ્યું, જ્યાં સાંસદોએ 'જય શ્રી રામ' અને 'હર હર મહાદેવ'ના નારા સાથે તેમને ફૂલહાર પહેરાવી અભિનંદન આપ્યા. PM મોદીએ બેઠકમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા માટે સશસ્ત્ર દળોની બહાદુરી અને તેમના નેતૃત્વની પ્રશંસા કરી.
PM Modi એ વિપક્ષની ટીકાઓને રાષ્ટ્રવિરોધી ગણાવી
આ દરમિયાન, તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સુપ્રીમ કોર્ટની તાજેતરની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું, જેમાં કોર્ટે રાહુલ ગાંધીના નિવેદનોને લઈને ફટકાર લગાવી હતી. સૂત્રો અનુસાર, PM Modi એ કહ્યું, "આનાથી મોટી ફટકાર કોઈ હોઈ જ ન શકે," અને વિપક્ષની ટીકાઓને રાષ્ટ્રવિરોધી ગણાવી, જેનાથી દેશની એકતા અને સશસ્ત્ર દળોના મનોબળને ઠેસ પહોંચે છે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર મુદ્દે સત્ર બોલાવીને વિપક્ષે પોતાના પગ પર જ કુહાડી મારી, NDAની બેઠકમાં PM મોદીનો પ્રહાર