Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર PM Modi ગુજરાતમાં, 9 કલાકમાં 4 શહેરની મુલાકાત

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે PM મોદી આજે 3 રોડ શો અને 2 જાહેરસભા કરશે વડાપ્રધાન મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે...
Advertisement
  • ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે
  • PM મોદી આજે 3 રોડ શો અને 2 જાહેરસભા કરશે
  • વડાપ્રધાન મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે

ગુજરાતના પનોતા પુત્ર એવા PM મોદી વતન પ્રવાસે છે. જેમાં વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. સવારે 10 કલાકે તેઓ વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી PM હેલિકોપ્ટર મારફતે દાહોદ પહોંચશે તથા બપોરે 12 કલાકે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ 20 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. દાહોદના કાર્યક્રમ બાદ વડોદરા એરપોર્ટ પરત ફરશે. જેમાં વડોદરા એરપોર્ટથી ભુજ જવા માટે રવાના થશે. PM મોદી બપોરે 3.30 કલાકે ભુજ એરપોર્ટ પહોંચશે. જેમાં સાંજે 4 કલાકે ભુજ ખાતે જંગી સભાને સંબોધિત કરશે. ભુજમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તથા ભુજથી સાંજે 5.30 કલાકે અમદાવાદ જવા રવાના થશે. સાંજે 6.30 કલાકે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદમાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરાશે જેમાં અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શો યોજાશે. PM મોદી સાંજે 7.30 કલાકે ગાંધીનગર રાજભવન પહોંચશે. વડાપ્રધાન મોદી રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.

Advertisement
Tags :
Advertisement

.

×