ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM મોદીએ કર્યું વર્લ્ડ ડેરી કોન્ફરન્સનું ઉદ્ઘાટન, કહ્યું- નાના 70 લાખ ખેડૂતોમાટે કહી દીધી આ મોટી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોઈડામાં વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન કર્યું. ડેરી ખેડૂતો અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં ડેરી સહકારી એક વિશાળ નેટવર્ક બની ગયું છે. આ નેટવર્ક 20 મિલિયન ખેડૂતો પાસેથી દિવસમાં બે વખત દૂધ એકત્ર કરે છે અને પછી તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ વ્યવસ્થામાં કોઈ વચેટિયા નથી. પીએમએ એ  પણ કહ્યું કે  કહ્યું કે આ સમિટ
07:21 AM Sep 12, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોઈડામાં વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન કર્યું. ડેરી ખેડૂતો અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં ડેરી સહકારી એક વિશાળ નેટવર્ક બની ગયું છે. આ નેટવર્ક 20 મિલિયન ખેડૂતો પાસેથી દિવસમાં બે વખત દૂધ એકત્ર કરે છે અને પછી તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ વ્યવસ્થામાં કોઈ વચેટિયા નથી. પીએમએ એ  પણ કહ્યું કે  કહ્યું કે આ સમિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોઈડામાં વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન કર્યું. ડેરી ખેડૂતો અને આ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે દેશમાં ડેરી સહકારી એક વિશાળ નેટવર્ક બની ગયું છે. આ નેટવર્ક 20 મિલિયન ખેડૂતો પાસેથી દિવસમાં બે વખત દૂધ એકત્ર કરે છે અને પછી તેને ગ્રાહકો સુધી પહોંચાડે છે. આ વ્યવસ્થામાં કોઈ વચેટિયા નથી. પીએમએ એ  પણ કહ્યું કે  કહ્યું કે આ સમિટ પછી ભારતમાં દૂધનું ઉત્પાદન અને વેપાર વધુ વધશે. તેનાથી દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતોને ફાયદો થશે. ડેરી ઉદ્યોગ દેશના 8 કરોડથી વધુ પરિવારોને રોજગાર પ્રદાન કરે છે.
પીએમએ કહ્યું કે ભારતમાં 2014માં દૂધનું ઉત્પાદન 146 મિલિયન ટન હતું, જે હવે વધીને 210 મિલિયન ટન થઈ ગયું છે. પીએમએ કહ્યું કે આજના કાર્યક્રમ સાથે 75 લાખથી વધુ ડેરી ખેડૂતો જોડાયેલા છે. આ શ્રેષ્ઠ બિઝનેસ મોડલ છે.

આ સમિટમાં વિશ્વભરમાંથી 1500 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે:
નોઈડામાં આ સમિટ 15 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમિટમાં વિશ્વભરમાંથી 1500 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં ભાગ લેવા માટે 800 થી વધુ ડેરી ખેડૂતો પહોંચ્યા છે. આ કાર્યક્રમમાં 91 વિદેશી, 65 ભારતીય નિષ્ણાતો પણ ભાગ લઈ રહ્યા છે. 

 આપને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી વધુ દૂધ ઉત્પાદક રાજ્ય છે. જો વૈશ્વિક ઉત્પાદનની વાત કરીએ તો તેમાં ભારતનો હિસ્સો 23 ટકા છે. વર્ષ 2020-21માં ભારતના દૂધ ઉત્પાદનમાં 6 ટકાનો વધારો થયો છે. ભારત 1974થી આ ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે.

Tags :
DairyProductsGujaratFirstNarendraModiNoida
Next Article