PM મોદીને મળ્યું સાયપ્રસનું સર્વોચ્ચ નાગરિક સન્માન
પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ ભારતના વડાપ્રધાન (PM NARENDRA MODI) પ્રથમ વખત વિદેશ પ્રવાસે છે. વડાપ્રધાન મોદીની પાંચ દિવસના વિદેશ પ્રવાસના પ્રથમ પડાવમાં સાયપ્રસ (CYPRUS VISIT) પહોંચ્યા છે. જ્યાં બંને દેશોના વડા વચ્ચે વેપાર અને રાજદ્વારિ સંબંધો મજબુત કરવાની દિશામાં વાટાઘાટો કરવામાં આવી છે.
Advertisement
PM Modi Honoured with Cyprus : પાકિસ્તાન વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર (OPERATION SINDOOR) બાદ ભારતના વડાપ્રધાન (PM NARENDRA MODI) પ્રથમ વખત વિદેશ પ્રવાસે છે. વડાપ્રધાન મોદીની 5 દિવસના વિદેશ પ્રવાસના પ્રથમ પડાવમાં સાયપ્રસ (CYPRUS VISIT) પહોંચ્યા છે. જ્યાં બંને દેશોના વડા વચ્ચે વેપાર અને રાજદ્વારી સંબંધો મજબૂત કરવાની દિશામાં વાટાઘાટો કરવામાં આવી છે. આ તકે સાયપ્રસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ક્રૉસ ઓફ ધ ઓર્ડર ઓફ મકારિયોસ (GRAND CROSS OF THE ORDER OF MAKARIOS HONOR - CYPRUS) એનાયત કરવામાં આવ્યું છે. ભારત સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત કરનારો 23 મો દેશ બન્યો છે. આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
Advertisement