Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીએ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું- યોગ હવે વૈશ્વિક ઉત્સવ બની ગયો છે

આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે, આ વર્ષે આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે કે દર વર્ષે 21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, યોગને વિશ્વ દ્વારા ઝડપથી અપનાવવામાં આવ્યું છે, તેના ફાયદાઓને કારણે. આજે આપણે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છીએ. આવી સ્થિતિમાં યોગ રોગપ્à
pm મોદીએ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે કહ્યું  યોગ હવે વૈશ્વિક ઉત્સવ બની ગયો છે
Advertisement
આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે, આ વર્ષે આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ભારત માટે ખૂબ જ ગર્વની વાત છે કે દર વર્ષે 21મી જૂને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, યોગને વિશ્વ દ્વારા ઝડપથી અપનાવવામાં આવ્યું છે, તેના ફાયદાઓને કારણે. આજે આપણે કોરોના જેવી મહામારી સામે લડી રહ્યા છીએ. આવી સ્થિતિમાં યોગ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ તે ઘણું મદદરૂપ છે.
આજે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ અવસર પર ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે યોગાભ્યાસ કરી રહ્યા છે. માનવ જીવનમાં યોગના મહત્વને જોઈને વર્ષ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મૈસૂર પેલેસ મેદાન ખાતે સામૂહિક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કર્ણાટકની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીએ મૈસૂરથી સમગ્ર વિશ્વને યોગ અને માનવતાનો સંદેશ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, યોગ હવે વૈશ્વિક ઉત્સવ બની ગયો છે. યોગ માત્ર કોઈ વ્યક્તિ માટે જ નથી, પરંતુ સમગ્ર માનવતા માટે છે. તેથી આ વખતે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની થીમ 'માનવતા માટે યોગ' રાખવામાં આવી છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર સમગ્ર વિશ્વમાં લોકો એકઠા થાય છે અને યોગાભ્યાસ કરતા જોવા મળે છે. આ ખાસ અવસર પર જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને શુભેચ્છા પાઠવી હતી, ત્યાં તેમણે કર્ણાટકના મૈસૂરમાં 15,000 લોકો સાથે યોગા પણ કર્યા હતા. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનની શરૂઆત 8માં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' પર દેશ અને વિશ્વના તમામ લોકોને શુભેચ્છા પાઠવીને કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની, આધ્યાત્મિકતા અને યોગની ભૂમિ મૈસૂરને નમન કરું છું. મૈસૂર જેવા ભારતના આધ્યાત્મિક કેન્દ્રો દ્વારા સદીઓથી જે યોગ ઊર્જાનું સંવર્ધન કરવામાં આવ્યું છે, આજે તે યોગ ઊર્જા વિશ્વના સ્વાસ્થ્યને દિશા આપી રહી છે. આજે યોગ વૈશ્વિક સહયોગ માટે પરસ્પર આધાર બની રહ્યો છે. આજે યોગ મનુષ્યને સ્વસ્થ જીવનની માન્યતા આપી રહ્યો છે. યોગની જે તસવીરો થોડા વર્ષો પહેલા માત્ર ઘરોમાં, આધ્યાત્મિક કેન્દ્રમાં જોવા મળતી હતી, તે હવે દુનિયાના ખૂણે-ખૂણેથી આવી રહી છે.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતમાં આ વખતે આપણે એવા સમયે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરી રહ્યો છે, અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. યોગ દિવસની આ વ્યાપકતા, આ સ્વીકૃતિ એ ભારતની એ અમૃત ભાવનાનો સ્વીકાર છે જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી.
Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણે યોગને વધારાના કામ તરીકે લેવાની જરૂર નથી. આપણે યોગને જાણવું પણ છે, આપણે તેને જીવવું છે, આપણે તેને અપનાવવાનો છે. જ્યારે આપણે યોગને જીવવાનું શરૂ કરીશું, ત્યારે યોગ દિવસ આપણા માટે યોગ કરવાનું નહીં પરંતુ આપણા સ્વાસ્થ્ય, સુખ અને શાંતિની ઉજવણી કરવાનું માધ્યમ બનશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે ગમે તેટલા તણાવપૂર્ણ હોઈએ, થોડી મિનિટોનું ધ્યાન આપણને શાંત કરે છે, આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે.
Tags :
Advertisement

.

×