PM Modi Somnath Road Show : સોમનાથથી PM Modi નો રોડ શો
પીએમ મોદી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગીદાર થવા માટે સોમનાથ મંદિર રવાના થયા હતા.
Advertisement
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતનાં પ્રવાસે છે. આજે સાંજે વડાપ્રધાન મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે આગનમ થયું હતું, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીઓ, નેતાઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પીએમ મોદી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીમાં ભાગીદાર થવા માટે સોમનાથ મંદિર રવાના થયા હતા. દરમિયાન, તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો. પીએમ મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પીએમ મોદીએ પણ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું... જુઓ અહેવાલ....
Advertisement


