PM Modi આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
PM Modi વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને પરેડનું નિરીક્ષણ કરશે PM Modi 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી કેવડિયામાં એકતા નગરની મુલાકાત લેશે અને...
09:11 AM Oct 30, 2025 IST
|
SANJAY
- PM Modi વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
- સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરશે
- એકતા દિવસની પ્રતિજ્ઞા લેવડાવશે અને પરેડનું નિરીક્ષણ કરશે
PM Modi 30-31 ઓક્ટોબરે ગુજરાતની મુલાકાત લેશે. 30 ઓક્ટોબરે, પ્રધાનમંત્રી કેવડિયામાં એકતા નગરની મુલાકાત લેશે અને ત્યાં લગભગ 5:15 વાગ્યે ઈ-બસોને લીલી ઝંડી આપશે. લગભગ 6:30 વાગ્યે તેઓ એકતા નગરમાં રૂ.1,140 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 31 ઓક્ટોબરે લગભગ સવારે 8 વાગ્યે પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરશે, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. ત્યારબાદ, લગભગ 10:45 વાગ્યે, તેઓ આરંભ 7.0 ખાતે 100માં કોમન ફાઉન્ડેશન કોર્સના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાતચીત કરશે.
Next Article