PM Modi Vadodara Road Show : રોડ શોમાં સોફિયા કુરેશીના ભાઈ - બહેને શું કહ્યું?
આજે વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) ના સ્વાગત સન્માન માટે સિંદૂર સન્માન યાત્રા (SINDOOR SANMAN YATRA) યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂર (OPEREATION SINDOOR) ની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશી (COL SOFIA QURESHI) નો પરિવાર પણ સહભાગી થયો હતો.
12:18 PM May 26, 2025 IST
|
Hardik Prajapati
VADODARA : આજે વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) ના સ્વાગત સન્માન માટે સિંદૂર સન્માન યાત્રા (SINDOOR SANMAN YATRA) યોજાઈ હતી.વડાપ્રધાનશ્રીનો કાફલો જ્યારે એરપોર્ટથી એરફોર્સ તરફ જતો હતો, ત્યારે આ રૂટ પર સ્ટેજ નંબર-૨ પર હાજર કર્નલ સોફિયા કુરેશીના પરિવારને જોઈને વડાપ્રધાનશ્રીને ગાડીને સ્ટેજ નજીક લઈ જવા સૂચના આપી હતી. જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે શ્રી મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું. વડાપ્રધાન શ્રી મોદી પણ અહીં થોડી ક્ષણ માટે રોકાઈને નમસ્તે કહ્યું હતું. આ સાથે જ શ્રી મોદીએ સાંકેતિક ભાષામાં કર્નલ કુરેશીના પરિવારજનોને ‘કેમ છો, મજામાં?’ તેમ પૂછ્યું હતું. જૂઓ અહેવાલ....
Next Article