ચીન સાથેના ઘર્ષણ વચ્ચે PM MODI રવિવારે જશે નોર્થ ઇસ્ટ રાજ્યોમાં
અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નોર્થ ઈસ્ટની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત રવિવારે 18 ડિસેમ્બર છે. આ કાર્યક્રમ મેઘાલયના શિલોંગમાં યોજાશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ગૃહમંત્રી અમિત શાહ કરશે. આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હેમંત વિસવા શર્મા, રાજ્યપાલ અને તમામ સાત રાàª
Advertisement
અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh)ના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) નોર્થ ઈસ્ટની મુલાકાતે જવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત રવિવારે 18 ડિસેમ્બર છે. આ કાર્યક્રમ મેઘાલયના શિલોંગમાં યોજાશે. આ કાર્યક્રમની અધ્યક્ષતા ગૃહમંત્રી અમિત શાહ કરશે. આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હેમંત વિસવા શર્મા, રાજ્યપાલ અને તમામ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહેશે.
વડાપ્રધાનનો મહત્વપૂર્ણ પ્રવાસ
ઉત્તર પૂર્વ બાબતોના પ્રધાન જી. કિશન રેડ્ડી સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં પણ ભાગ લેશે. ચીન સાથેની ખેંચતાણ વચ્ચે પીએમ મોદીનો ઉત્તર-પૂર્વ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પીએમ મોદી મેઘાલયની સાથે ત્રિપુરા રાજ્યની પણ મુલાકાત લેશે. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ આ અંગે માહિતી આપી હતી.
પીએમ મોદી બપોરે ત્રિપુરામાં પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપશે
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પીએમ મોદી 18 ડિસેમ્બરે બપોરે 2.30 વાગ્યે ત્રિપુરાની મુલાકાતે જવાના છે. તેઓ ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. અમારા ધારાસભ્યોને પણ મળશે અને ભાજપની રાજ્ય કોર કમિટીની બેઠકમાં પણ હાજરી આપશે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે ત્રિપુરાની યાત્રા પહેલા પીએમ મોદી મેઘાલયના શિલોંગમાં એક સભામાં ભાગ લેવાના છે.
પીએમ મોદી જનસભાને પણ સંબોધિત કરશે
ત્રિપુરાના માહિતી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુશાંત ચૌધરીએ જણાવ્યું હતું કે, "મહારાજા બીર બિક્રમ (MBB) એરપોર્ટ પર પહોંચ્યા પછી, વડા પ્રધાન સ્વામી વિવેકાનંદ મેદાનમાં એક જાહેર સભાને સંબોધિત કરવાના છે. તેઓ વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. ધારાસભ્યો અને મંત્રીઓ સાથે પણ વાતચીત થવાની શક્યતા છે.
આ પણ વાંચો--દેશમાં પોલીસના એકસમાન યુનિફોર્મ અંગે ચિંતન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


