PM Modiની Croatia ની ઐતિહાસિક મુલાકાત, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બન્યા
વડાપ્રધાન મોદી (PM Modi) કેનેડાના G-7 સમિટમાંથી સીધા ક્રોએશિયા પહોંચ્યા હતા. ક્રોએશિયામાં વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મહત્વના કરાર કરવામાં આવ્યા છે.
Advertisement
PM Modi : G-7 સમિટ બાદ વડાપ્રધાન મોદી સીધા ક્રોએશિયા પહોંચ્યા હતા. ક્રોએશિયામાં PM Modi નું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે વડાપ્રધાન મોદીની સ્વાગતવિધિ કરાઈ હતી. ઝાગ્રેબમાં પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિકે વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો પર પણ સંમતિ સધાઈ હતી. જેમાં સૌથી મહત્વપૂર્ણ કરાર 'સંરક્ષણ સહયોગ યોજના' (Defense Cooperation Scheme) ને મજબૂત બનાવવાનો હતો. આ સાથે વેપાર, નવિનીકરણીય ઊર્જા અને સેમિકન્ડક્ટર સહિત ઘણા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સહમતિ સધાઈ છે. જૂઓ અહેવાલ....
Advertisement