Ahmedabad ના Nikol થી PM Modiનો રોડ શો LIVE
સાંજે 5.45 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી (Ahmedabad Airport) PM મોદી નિકોલમાં સભા સ્થળે જશે.
05:58 PM Aug 25, 2025 IST
|
Vipul Sen
PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ (25 અને 26 ઓગસ્ટ, 2025) ગુજરાત પ્રવાસે છે. સાંજે 5.45 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદ એરપોર્ટથી (Ahmedabad Airport) PM મોદી નિકોલમાં સભા સ્થળે જશે. ત્યાર બાદ સાંજે 6 થી 7 વાગ્યા સુધી નિકોલમાં (Nikol) જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. PM મોદી 7.30 વાગે નિકોલથી ગાંધીનગર રાજભવન જશે. ગાંધીનગર રાજભવન (Gandhinagar Raj Bhavan) ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ યોજાશે. હરી દર્શન સર્કલથી યુનિયન બેંક ચાર રસ્તા, મેંગો સિનેમા ચાર રસ્તાથી નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે સભા સ્થળ સુધી આ રોડ શો (PM Modi Road Show) યોજાશે.
Next Article