PM Narendra Modi : 16મા પ્રધાનમંત્રી રોજગાર મેળાનું આયોજન
આજે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને સંગઠનોમાં નવનિયુક્ત 51000 યુવાનોને નિમણૂક પત્રો (Appointment Letters) એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદી (PM Modi) એ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી
01:36 PM Jul 12, 2025 IST
|
Hardik Prajapati
New Delhi : આજે શનિવારે રોજગાર મેળાના 16મા સંસ્કરણમાં કેન્દ્ર સરકારના વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51000 થી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદી (PM Modi) વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક સંબોધનમાં યુવાનોને નોકરી મળવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વડાપ્રધાને દેશ કેવી અને કેટલી પ્રગતિ કરી રહ્યો છે તેના પર પણ પ્રકાશ પાડ્યો હતો. વડાપ્રધાને કહ્યું કે, આપણો દેશ વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે અને છેલ્લા 11 વર્ષમાં દરેક ક્ષેત્રમાં દેશે પ્રગતિ કરી છે. જૂઓ અહેવાલ....
Next Article