PM Narendra Modi In Gujarat : દેવમોગરા માતાના ધામમાં PM મોદીએ કરી પ્રાર્થના
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે
- પ્રથમ સુરત પહોંચ્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરી
- ત્યાર બાદ દેવમોગરા માતાજી સમક્ષ શિશ ઝૂકાવ્યું
PM Narendra Modi In Gujarat : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi In Gujarat) આજે ગુજરાતની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ વિકાસ કાર્યોની સમીક્ષા અને ભેેંટ આપનાર છે, સાથે જ અને આદિવાસી સમાજના આગેવાન અને ભગવાન બિરસા મુન્ડાની 150મી જયંતિ ઉજવણીમાં ભાગ લેશે. જે અંતર્ગત તેઓ આજે સવારે સુરત એરપોર્ટ (Surat - Airport) પર આવી પહોંચ્યા હતા.
સુરત એરપોર્ટ પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે બાદ તેઓ ડેડિયાપાડા (PM Narendra Bhai Modi In Dediyapada) પહોંચ્યા છે. જ્યાં તેમણે આદિવાસીઓના માતાજી દેવમોગરા માતાજી (Devmogra Mataji) ના મંદિરે પહોંચ્યા છે. અને પારંપરિક વેશભૂષામાં સજ્જ થઇને માતાજી સમક્ષ શીશ ઝૂકાવ્યું છે. ત્યાર બાદ તેઓ રોડ શો મારફતે કાર્યક્રમ સ્થળે પહોચનાર છે. જ્યાં તેઓ જંગી મેદનીને સંબોધઘન કરશે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેવમોગરા માતાજી સમક્ષ શીશ ઝૂકાવ્યું


