ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લોકસભામાં PM મોદીએ શાયરાના અંદાજમાં વિપક્ષ પર સાધ્યું નિશાન, વાંચો વડાપ્રધાનના સંબોધનના અંશો

Budget Session of Parliament 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. સાતમા દિવસે, વડાપ્રધાન મોદીના ભાષણ પહેલા, વિપક્ષ બીઆરએસએ જેપીસીની માંગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહમાં વડાપ્રધાન મોદીએ તેમના ભાષણ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ તેમના સ્વપ્નદ્રષ્ટા સંબોધનમાં આપણને અને કરોડો ભàª
11:08 AM Feb 08, 2023 IST | Vipul Pandya
Budget Session of Parliament 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. સાતમા દિવસે, વડાપ્રધાન મોદીના ભાષણ પહેલા, વિપક્ષ બીઆરએસએ જેપીસીની માંગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહમાં વડાપ્રધાન મોદીએ તેમના ભાષણ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો.વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ તેમના સ્વપ્નદ્રષ્ટા સંબોધનમાં આપણને અને કરોડો ભàª

Budget Session of Parliament 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો. સાતમા દિવસે, વડાપ્રધાન મોદીના ભાષણ પહેલા, વિપક્ષ બીઆરએસએ જેપીસીની માંગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. ગૃહમાં વડાપ્રધાન મોદીએ તેમના ભાષણ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો આભાર માન્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ તેમના સ્વપ્નદ્રષ્ટા સંબોધનમાં આપણને અને કરોડો ભારતીયોને માર્ગદર્શન આપ્યું. પ્રજાસત્તાકના વડા તરીકે તેમની હાજરી ઐતિહાસિક તેમજ દેશની દીકરીઓ અને બહેનો માટે પ્રેરણાદાયી છે. ચાલો જાણીએ પીએમ મોદીના આ ભાષણની મોટી વાતો.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ
તેમણે કહ્યું કે, હું રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ કરું છું અને આ મારું સૌભાગ્ય રહ્યું છે કે પહેલા પણ અનેકવાર તેમના અભિભાષણ પર ધન્યવાદ કરવાનો મોકો મળે છે પણ આ વખતે ધન્યવાહ સાથે તેમનું અભિનંદન પણ કરવા માંગું છું.
રાષ્ટ્રપતિએ પોતાના ભાષણ દ્વારા દેશનું વિઝન રજૂ કર્યું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ મારું સદ્ભાગ્ય છે કે મને રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપવાની તક ઘણી વખત મળી છે. રાષ્ટ્રપતિએ પોતાના ભાષણ દ્વારા દેશનું વિઝન રજૂ કર્યું છે. તેમની હાજરી દેશની કરોડો બહેનો અને દીકરીઓ માટે પ્રેરણાનો અવસર છે. તેમણે આદિવાસીઓનું ગૌરવ વધાર્યું છે. આજે આદિવાસી સમાજમાં જે ગર્વ અનુભવાય છે, તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આ માટે આ ગૃહ અને દેશ તેમનો આભારી છે.
શાયરાના અંદાજમાં જોવા મળ્યા મોદીજી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં શાયરાના અંદાજમાં જોવા મળ્યા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં મંગળવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના મોદી સરકારને ઘરવા પર કટાક્ષ કર્યો હતો.  વડાપ્રધાન મોદીએ જીગર મુરાદાબાદીનો શેર સાથે શાયરાના અંદાજમાં કહ્યું કે, યે કહ કહ કર હમ દિલ કો બહલા રહે હૈ વો અબ ચલ ચુકે હૈ વો અબ આ રહે હૈ. આ સિવાય દુષ્યંત કુમારનો એક શેર કહી કટાક્ષ કર્યો કે, તુમ્હારે પાવ કે નીચે કોઈ જમીન નહી કમાલ યે હૈ કી ફીર ભી તુમ્હે યકીન નહી.
તેમણે કહ્યું કે, મેં કાલે જોયુ  હતું કે કેટલાંક લોકોના ભાષણ બાદ સમગ્ર ઈકોસિસ્ટમ અને સમર્થક ઉછળી રહ્યાં હતા. ખુશ થઈને કહેવા લાગ્યા કે આ થઈને વાત. રાષ્ટ્રપતિનું જ્યારે અભિભાષણ ચાલી રહ્યું હતું તો કેટલાંક લોકોએ મહામહિમનું અપમાન કર્યું, આ પુરી ચર્ચા રાષ્ટ્રપતિના અભિભાષણ પર હતી પણ કોઈએ પણ તેના પર વાત કરી નહી કે કોઈએ તેમના ભાષણની ટીકા કરી નહી. રાષ્ટ્રપતિજીએ કહ્યું હતું કે, ક્યારેક દેશ દુનિયાની સામે આપણી સમસ્યાનું સમાધાન માટે જોતા હતા આજે સમગ્ર દુનિયા ભારત તરફ જુએ છે. મને ખુશી છે કે રાષ્ટ્રપતિના અભિભાષણને સૌએ સ્વિકાર કર્યો છે.
હાર્વર્ડ સ્ટડીનો કેટલાક લોકોમાં મોટો ક્રેઝ
વડાપ્રધાન મોદીએ વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાંક લોકોમાં  હાર્વર્ડ સ્ટડીનો મોટો ક્રેઝ છે. એક નેતાએ કહ્યું હતું હાવર્ડમાં સ્ટડી થશે. હાવર્ડ સ્ટડી થઈ ચુકી છે. આ સ્ટડીનો ટોપિક છે ધ રાઈઝ એન્ડ ડિક્લાઈન ઓફ કોંગ્રેસ પાર્ટી. બાદમાં તેમણે દુષ્યંત કુમારનો એક શેર કહી કટાક્ષ કર્યો કે, તુમ્હારે પાવ કે નીચે કોઈ જમીન નહી કમાલ યે હૈ કી ફીર ભી તુમ્હે યકીન નહી.
ગોટાળાના દુનિયામાં દેશની બદનામી થઈ
વડાપ્રધાન મોદીએ યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જ્યારે ન્યૂક્લિયર ડીલ પર વાત થઈ રહી હતી ત્યારે આ નોટ ફોર વોટમાં અટવાયા હતા. 2જી, કોલ સ્કેમનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગોટાળાના કારણે દુનિયામાં દેશ બદનામ થયો. 2004થી 20114ના દશકામાં દેશને ખુબ નુંકસાન થયું. 2030નો દશકો ભારતનો છે. તેમણે કહ્યું આતંકવાદ પર વળતો પ્રહાર કરવાનું સાહસ નહોતું. દેશના નાગરિકોનું 10 વર્ષ સુધી લોહી વહ્યું. ભારત લોકશાહીની જનની છે. લોકશાહી આપણી રગોમાં છે. ટીકા થવી જોઈએ પણ આમણે 9 વર્ષ આરોપોમાં ગુમાવી દીધાં. ચૂંટણી હારી જઈએ તો ઈવીએમને દોષ, ભ્રષ્ટાચારની તપાસ થાય તો એજન્સીઓને ગાળો. તેમણે કહ્યું કે, ઈડીનો આભાર માનવો જોઈએ કે તેણે આ લોકોને એક મંચ પર લાવી દીધાં છે. જે કામ દેશના મતદાતાઓ કરી શક્યા નહી.
આ પણ વાંચો - સંસદમાં PM મોદી ખાસ બ્લુ જેકેટ પહેરેલા જોવા મળ્યા, બે દિવસ પહેલા જ મળી છે ગીફ્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BJPBudgetSessionofParliament2023CongressGujaratFirstNarendraModiParliamentrahulgandhi
Next Article