Pokhran Indian Air Force Drill: પોખરણમાં ગરજી ભારતની વાયુશક્તિ! Gujarat First બન્યું સાક્ષી
આ કવાયતમાં 120 થી વધુ એર પ્લેટફોર્મ સક્રિયતાથી ભાગ લીધો હતો, જેમાં 77 ફાઈટર જેટ, 43 હેલિકોપ્ટર અને 8 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે તાકાત દેખાડી હતી.
Advertisement
રાજસ્થાનની મરૂભૂમિમાં ભારતીય વાયુવીરોની પ્રચંડ દહાડથી દુશ્મનો કાંપી ઉઠ્યા છે. પોખરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં વાયુસેનાએ વાયુશક્તિ-2026 યુદ્ધાભ્યાસ કર્યો છે. ઓપરેશન સિંદૂર તર્જ પર થયેલા વાયુશક્તિ કવાયતનું ગુજરાત ફર્સ્ટ સાક્ષી બન્યું છે. કવાયત દરમિયાન શાંત મરુભૂમિને હચમચાવતા વાયુસેનાએ તેની ફાયરપાવર અને ટેક્નિકલ કૌશલ્યનું પ્રદર્શન કર્યુ હતું. આ કવાયતમાં 120 થી વધુ એર પ્લેટફોર્મ સક્રિયતાથી ભાગ લીધો હતો, જેમાં 77 ફાઈટર જેટ, 43 હેલિકોપ્ટર અને 8 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે તાકાત દેખાડી હતી. વાયુશક્તિ-2026 નો અભ્યાસ પારંપરિક હુમલાઓ પૂરતો સીમિત ન રહ્યો પરંતુ, આત્મઘાતી ડ્રોન, કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ અને માનવરહિત તકનીકોનો ઉપયોગ કરીને ભવિષ્યના પડકારોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.... જુઓ અહેવાલ....
Advertisement


