ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો ઉપર પોલીસનો સપાટો
ગુજરાતમાં વ્યાજખોરો ઉપર કાર્યવાહી કરવા માટેની મોહિમ ચાલી રહી છે જેના પડઘા ભરૂચમાં પણ પડ્યા છે ભરૂચ પોલીસે પણ લાઇસન્સ વિના ઊંચા દરે આજે રૂપિયા ફેરવતા અને દેવાદારોને આપઘાત કરવા માટે મજબૂર કરે ત્યાં સુધી ટોર્ચર કરતા હોવાના પ્રકરણમાં વિવિધ પોલીસ મથકોમાં પ ગુના દાખલ કરી દંપતિ સહિત વ્યાજખોરોની ધરપકડ કરી કાર્યવાહી કરતા અન્ય વ્યાજખોરોમાં પણ ખળભળાટ મચી ગયો છેગુજરાતમાં ગેરકાયદેસર ઉ
Advertisement
ગુજરાતમાં વ્યાજખોરો ઉપર કાર્યવાહી કરવા માટેની મોહિમ ચાલી રહી છે જેના પડઘા ભરૂચમાં પણ પડ્યા છે ભરૂચ પોલીસે પણ લાઇસન્સ વિના ઊંચા દરે આજે રૂપિયા ફેરવતા અને દેવાદારોને આપઘાત કરવા માટે મજબૂર કરે ત્યાં સુધી ટોર્ચર કરતા હોવાના પ્રકરણમાં વિવિધ પોલીસ મથકોમાં પ ગુના દાખલ કરી દંપતિ સહિત વ્યાજખોરોની ધરપકડ કરી કાર્યવાહી કરતા અન્ય વ્યાજખોરોમાં પણ ખળભળાટ મચી ગયો છે
ગુજરાતમાં ગેરકાયદેસર ઉંચા વ્યાજે રૂપિયા ફેરવતા વ્યાજખોરોને પકડી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે ઉંચા વ્યાજે રૂપિયા મેળવનારા દેવાદારો ઘણી વખત વ્યાજખોરોના ત્રાસથી આપઘાત પણ કરી લેતા હોય છે જેના પગલે પોલીસે પણ લાઇસન્સ વિના વધુ વ્યાજે રૂપિયા ફેરવતા વ્યાજખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ વ્યાજખોરો પાસેથી ઘણી ડાયરીઓ મળી આવી છે તો કેટલા વ્યાજખોરોએ તો ચેક લખાવી ફોરવીલ ગાડીઓ ઉપર પણ કબજો જમાવી લીધો હોય તેવી ફરિયાદો ભરૂચ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાય છે જેમાં ભરૂચ એસઓજી પોલીસે સી ડિવિઝન મથકની હદમાં વ્યાજખોરોએ હદ વટાવી દીધી છે જેમાં દેવાદાર બનેલા ફરિયાદી પાસેથી વ્યાજખોરે દેવાદારની ગાડી પર કબજો જમાવ્યો અને તેની પાસેથી વ્યાજે રૂપિયા ફેરવવાની પંદરથી બધું ડાયરીઓ પણ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં વગર લાઇસન્સે ઊંચા વ્યાજે રૂપિયા ફેરવતા સતીશ ઉર્ફે સની દિનેશ ટેલર રહેવાસી ૫૩ આકક્ષા નગરી દહેજ બાયપાસ રોડ નાઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી દેવાદાર પાસેથી ખૂંચવી લીધેલી ફોરવીલ ગાડી અને ગેરકાયદેસર ઉંચા વ્યાજે રૂપિયા ફેરવતા હોવાની ૧૫ થી વધુ ડાયરીઓ કબજે કરી હતી
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં જ વ્યાજખોર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીને ઊંચા વ્યાજે ૩ લાખ રૂપિયા આપી ઊંચું વ્યાજ મેળવી રહ્યા હતા અને દેવાદાર ફરિયાદી પાસેથી ચેક પર સહી કરાવી ચેક રિટર્ન કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપમાં ગુનો દાખલ કરવામાં આવતા દેવાદારને આપઘાત કરવા માટે મજબૂર કરે તેવી રીતે ટોર્ચિંગ કરતા રમેશભાઈ હરકિશનદાસ મોદી રહેવાસી નારાયણ એસ્ટેટ શક્તિનાથ ભરૂચ તથા સુરેશભાઈ ભીખાભાઈ પરમાર રચના નગર રેસીડેન્સી ચાવજ ગામ ભરૂચનાઓ સામે કાયદેસર ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી
તો સી ડિવિઝન પોલીસમાં જ વધુ એક ફરિયાદ વ્યાજખોરો સામે નોંધાઈ હતી જેમાં ફરિયાદી રેસ્ટોરન્ટ ચલાવતા હોય અને તેઓએ વ્યાજે રૂપિયા મેળવ્યા હતા. પરંતુ કોરોના કારમાં નુકસાન થતા તેના વ્યાજથી જ દેવાદાર બનેલા ફરિયાદીએ વ્યાજખોરોના ત્રાસ અને ધાકધમકીના કારણે વ્યાજ કોરોના ત્રાસથી તેઓએ ભરૂચ પોલીસનો સંપર્ક કરી લાયસન્સ વિના વ્યાજે રૂપિયા ફેરવતા દિલીપભાઈ સોમચંદ્ર જાદવ રહેવાસી રામેશ્વર પાર્ક સોસાયટી ઝાડેશ્વર ભરૂચ તથા દેવાંગ ઉર્ફે દેવ ચંદ્રકાંત મહેતા રહેવાસી જ્યોતિ નગર એક ભરૂચ તથા અન્ય ૨ મળી ૪ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી
પોલીસે પણ ફરિયાદીની ફરિયાદના આધારે ગેરકાયદેસર વગર લાઇસન્સ છે
અંકલેશ્વર શહેર એ ડિવીઝન પોલીસ મથકે પણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદીને રૂપિયાની જરૂર પડતા તેણે વ્યાજખોરો પાસેથી 12 થી 15ટકાએ ઉંચા વ્યાજ રૂપિયા મેળવ્યા હતા અને રૂપિયા મૂળ રકમ કરતાં વ્યાજ વધી જવાના કારણે તેઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા ફરિયાદી આખરે ન્યાયની આશાએ પોલીસના શરણે આવ્યા હતા જેના પગલે પોલીસે પણ ફરિયાદીની ફરિયાદના આધારે ગેરકાયદેસર વગર લાઇસન્સ છે વ્યાજે રૂપિયા ફેરવતા સંદીપભાઈ ભરતભાઈ કાયસ્થ તેમજ એક મહિલા રહેવાસી શક્તિ નગર હાસોટ રોડ અંકલેશ્વરનાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો
કરોડપતિ બનવાના સપનામાં વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે
ભરૂચ જિલ્લામાં વ્યાજખોરો ઉપર પોલીસે તવાઈ બોલાવતા વધુ રૂપિયા કમાઈને કરોડપતિ બનવાના સપના જોતા વ્યાજખોરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે કરોડપતિ બનવાના સપનામાં વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે અને આપઘાત કરી લેતા હોય છે ત્યારે આપઘાતના કેસોને ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા એક મુહીમ ઉપાડવામાં આવી છે જે મુહીમ ભરૂચમાં પણ રંગ લાવી છે અને ભરૂચમાં પણ સંખ્યાબંધ વ્યાજખોરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા ગેરફાયદેસર વ્યાજે રૂપિયા ફેરવતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે
આપણ વાંચો- કેબિનેટ બેઠકમાં સરકારનો મોટો નિર્ણય, જુનો જમીન રી-સર્વે થશે રદ્દ, નવેસરથી થશે જમીન રી-સર્વે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


