Rajkot માં Sthanik Swaraj Election ને લઈ પોલીસ એક્શન મોડમાં
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ લોખંડી બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.
Advertisement
રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનરની સીધી નજર હેઠળ લોખંડી બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. મતદાનના દિવસે 2500 જેટલા પોલીસ જવાનો ખડેપગે રહેશે. 1 JCP, 4 DCP અને 8 ACP સહિતના અધિકારીઓ મોરચો સંભાળશે. સુરક્ષા વ્યવસ્થામાં SRP ની ટુકડીઓ અને QRT પણ તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો બંદોબસ્ત રાખવામાં આવશે. શહેરમાં 8 જેટલી ચેક પોસ્ટ ઊભી કરી સઘન ચેકિંગ શરૂ કરાયું. દારૂબંધીના કડક અમલ માટે પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ મતદાન માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે...... જુઓ અહેવાલ....
Advertisement


