Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શુક્રવારે નમાજ બાદ હિંસામાં સામેલ લોકો પર પોલીસની કાર્યવાહી, 136 લોકોની ધરપકડ

ઉત્તર પ્રદેશમાં શુક્રવારની નમાજ બાદ અનેક સ્થળોએ હિંસા ભડકી ઉઠી હતી. કહેવાય છે કે, આ હિંસા પાછળનું કારણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નૂપુર શર્મા અને નવીન જિંદાલની પ્રોફેટ મુહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી છે. જોકે, આ હિંસામાં સામેલ લોકો પર પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પ્રોફેટ મુહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી બાદ સમગ્ર દેશમાં હિંસા ભડકી ઉઠી છે. ખાસ કરીને શુક્રવારની નમાજ બાદ જામા
શુક્રવારે નમાજ બાદ હિંસામાં સામેલ લોકો પર પોલીસની કાર્યવાહી  136 લોકોની ધરપકડ
Advertisement
ઉત્તર પ્રદેશમાં શુક્રવારની નમાજ બાદ અનેક સ્થળોએ હિંસા ભડકી ઉઠી હતી. કહેવાય છે કે, આ હિંસા પાછળનું કારણ ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નૂપુર શર્મા અને નવીન જિંદાલની પ્રોફેટ મુહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી છે. જોકે, આ હિંસામાં સામેલ લોકો પર પોલીસે હવે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. 
પ્રોફેટ મુહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી બાદ સમગ્ર દેશમાં હિંસા ભડકી ઉઠી છે. ખાસ કરીને શુક્રવારની નમાજ બાદ જામા મસ્જિદ બહાર મોટી સંખ્યામાં લોકોનું ટોળુ એકઠું થયું હતું અને આ દરમિયાન નૂપુર શર્માના નિવેદન વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. હાથમાં પોસ્ટર અને બેનરો લઈને લોકોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે હવે યુપી પોલીસે વિરોધ પ્રદર્શનના સંબંધમાં અત્યાર સુધીમાં 136 લોકોની ધરપકડ કરી છે.
ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, સહારનપુરમાંથી 45 ધરપકડ સાથે સૌથી વધુ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 37 ધરપકડ પ્રયાગરાજમાંથી કરવામાં આવી છે. આ સિવાય આંબેડકર નગરમાંથી 23 લોકોની અટકાયત કરવામાં આવી છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નૂપુર શર્મા અને નવીન જિંદાલની વાંધાજનક ટિપ્પણીને લઈને લઘુમતી સમુદાયે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, ઝારખંડની રાજધાની રાંચી સહિત અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શનો થયા હતા. વહીવટીતંત્ર આ બાબતે કડક વલણ અપનાવી રહ્યું છે. 
બીજી તરફ, શુક્રવારની નમાજ બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને નૂપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહીની માંગ કરી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, ડીસીપી સેન્ટ્રલ દિલ્હી શ્વેતા ચૌહાણે જણાવ્યું હતું કે, ભાજપના સસ્પેન્ડેડ નેતા નૂપુર શર્મા અને હકાલપટ્ટી કરાયેલા નેતા નવીન જિંદાલની વિવાદાસ્પદ ટિપ્પણી પર ગઈ કાલે જામા મસ્જિદમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં આઈપીસીની કલમ 188 હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. 
ઉલ્લેખનીય છે કે, દિલ્હીની જામા મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામા મસ્જિદના શાહી ઈમામનું કહેવું છે કે, મસ્જિદે વિરોધ માટે કોઈ કોલ આપ્યો નથી. જામા મસ્જિદના શાહી ઈમામે કહ્યું કે, અમને ખબર નથી કે વિરોધ કરનારા કોણ છે, મને લાગે છે કે તેઓ AIMIMના છે કે અસદુદ્દીન ઓવૈસીના લોકો. અમે સ્પષ્ટ કર્યું કે, જો તેઓ વિરોધ કરવા માંગતા હોય તો કરી શકે છે, પરંતુ અમે તેમને સમર્થન નહીં આપીએ.
Tags :
Advertisement

.

×