Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabadમાં Police જાપ્તામાંથી આરોપી ફરાર, 24 કલાક અગાઉ ઝડપાયેલો રીઢો ગુનેગાર ફરાર!

જે રીઢો ગુનેગાર હતો...જેને બે મહિનાથી પોલીસ શોધી રહી હતી...એ રીઢા ગુનેગારને સેટેલાઈટ પોલીસે દિવસ-રાત એક કરી પકડી લીધો છે.
Advertisement

અમદાવાદના સેટેલાઇટમાં આવેલા વૃંદાવન બંગ્લોઝમાં આશરે સવા મહિના પહેલા 46 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી થઈ હતી. તેનો ભેદ ઉકેલવામાં સેટેલાઈટ પોલીસને સફળતા મળી. પોલીસે સીસીટીવી સર્વલન્સ, મોબાઇલ લોકેશન અને અન્ય માહિતીના આધારે મહેસાણાથી અર્જુન રાજપુત નામના આરોપીને 27 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યાની વાહવાહી લૂંટી હતી..આ ઘટનાના 24 કલાક થાય એ પહેલા તો ચોર પોલીસના જાપ્તામાંથી રફુચક્કર થઈ ગયો..જેના કારણે, વાહવાહી કરનાર સેટેલાઈટ પોલીસની આબરુના ધજાગરા ઉડી ગયા છે.

Advertisement
Tags :
Advertisement

.

×