Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોરીના ફોન સાથે ત્રણ લોકોને ઝડપી પડ્યા

અંકલેશ્વર(Ankleshwar)બી ડીવીઝન પોલીસે(Police)નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ ડેપો (GIDC Bus Depot)નજીક  શંકાસ્પદ હાલતમાં ફરતા ત્રણ ઈસમો પાસે રહેલ સ્પોર્ટ્સ બેગમાંથી શંકાસ્પદ ૭૩ મોબાઈલ અને બે લેપટોપ સહીત કુલ ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર બી ડીવીઝન મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જી.આઈ.ડી.સી. બસ ડેપો સામેના શોપિંગ નજીક ત્રણ ઈસમો
પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચોરીના ફોન સાથે ત્રણ લોકોને ઝડપી પડ્યા
Advertisement
અંકલેશ્વર(Ankleshwar)બી ડીવીઝન પોલીસે(Police)નાઈટ પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ ડેપો (GIDC Bus Depot)નજીક  શંકાસ્પદ હાલતમાં ફરતા ત્રણ ઈસમો પાસે રહેલ સ્પોર્ટ્સ બેગમાંથી શંકાસ્પદ ૭૩ મોબાઈલ અને બે લેપટોપ સહીત કુલ ૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જી.આઈ.ડી.સી. બસ ડેપો સામેના શોપિંગ નજીક ત્રણ ઈસમો સ્પોર્ટસ બેગમાં મોબાઈલ ફોન લઇ શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ડીસન્ટ હોટલની પાસે બાતમી વાળા ઈસમોને અટકાવી તેઓ પાસે રહેલ સ્પોર્ટ્સ બેગમાં તપાસ કરતા બે બેગમાંથી ૭૦ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.  
જયારે એક બેગમાંથી બે લેપટોપ મળી આવ્યા હતા પોલીસે ત્રણે ઈસમોની મુદ્દામાલ અંગે પુછપરછ કરતા તેઓએ ઉડાવ જવાબ આપતા પોલીસે સુરતના વરાછા રોડ ઉપર આવેલ શ્રીજી એપાર્ટમેન્ટ ત્રિકમ નગરમાં રહેતો મનોહર સિંહ નારાયણસિંહ પુરોહિત,અનીશ શિવ વિલાસ તિવારી અને સુરેન્દ્ર પોખરાજ પ્રજાપતિને શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી ઝડપાયેલ ઈસમોની વધુ તપાસ હાથ ધરી છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×