Hakabha Gadhvi ના પરિવારને અપાયું પોલીસ પ્રોટેક્શન, જુઓ VIDEO
Hakabha Gadhvi Police Protection News: જેતપુર ખેડૂત આંદોલન દરમિયાન સનસનીખેજ ખુલાસો કરનાર જાણીતા લોકગાયક અને સાહિત્યકાર હકાભા ગઢવીને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
Advertisement
Hakabha Gadhvi Police Protection News: જેતપુર ખેડૂત આંદોલન મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે. આ અંગે સનસનીખેજ ખુલાસો કરનાર જાણીતા લોકગાયક અને સાહિત્યકાર હકાભા ગઢવીને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આંદોલનના આગેવાન નિલેશ અડવાડિયા સામે ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા બાદ પોતાના અને પરિવારના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરતા હકાભાએ સુરક્ષાની માંગ કરી હતી, જેને પગલે વહીવટી તંત્ર દ્વારા તેમના હળવદ સ્થિત નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન તૈનાત કરવામાં આવ્યું છે. જુઓ વીડિયો...

