Harsh Sanghavi : લોકોના ઘરમાં ન્યાય રૂપી દીપ પ્રગટાવવા પોલીસ કામગીરી કરશે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, 'આજે હું અભિવાદન કરવા નહીં, આશીર્વાદ લેવા આવ્યો છું
03:28 PM Oct 20, 2025 IST
|
Vipul Sen
આજે દિવાળીનાં પવિત્ર દિવસે રાજ્યનાં નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લીધી. અહીં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અભિવાદન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્યો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં પાર્ટીનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા. દરમિયાન, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું કે, 'આજે હું અભિવાદન કરવા નહીં, આશીર્વાદ લેવા આવ્યો છું. પીએમ મોદીએ (PM Modi) ગુજરાતના વિકાસને એક નવી દિશા આપી છે. આજે ભારતીય જનતા પાર્ટીના (BJP) શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. અમિત શાહના (Amit Shah) ઉદાહરણને કારણે મને પ્રેરણા મળી.' આ સાથે તેમણે ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી...જુઓ અહેવાલ...
Next Article