Polio Free Gujarat: ગુજરાતને પોલિયો મુક્ત રાખવાનું મહાઅભિયાન, 3 દિવસમાં 82 લાખ બાળકોને અપાશે સુરક્ષા કવચ
Polio Free Gujarat: ગુજરાતમાં આજથી પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી આ જનહિત અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં રાજ્યના લાખો બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવવામાં આવશે. આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમો ઘરે-ઘરે જઈને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસી આપશે. મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું છે કે આગામી 3 દિવસમાં અંદાજે 82 લાખ જેટલા બાળકોને આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વર્ષ 2007 પછી રાજ્યમાં એકપણ બાળક પોલિયોગ્રસ્ત બન્યું નથી. આ સફળતાને જાળવી રાખવા માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે. વધુ માહિતી માટે જુઓ આ સંપૂર્ણ આર્ટિકલ...

