Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર નહીં થામે કોંગ્રેસનો હાથ, સોનિયા ગાંધીની ઓફર ફગાવી

છેલ્લા ઘણા સમયથી રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાને લઇને જે અટકળો ચલતી હતી તેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવà
રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર નહીં થામે કોંગ્રેસનો હાથ  સોનિયા ગાંધીની ઓફર ફગાવી
Advertisement
છેલ્લા ઘણા સમયથી રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં જોડાવાને લઇને જે અટકળો ચલતી હતી તેના પર પૂર્ણવિરામ લાગી ગયું છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવાને લઇને પહેલાથી જ વિવાદ દેખાઇ રહ્યો હતો. તેવામાં હવે તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળોનો અંત આવ્યો છે. પ્રશાંત કિશોરની કંપની I-PACએ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ સાથે કરેલું ગઠબંધન પણ બંને વચ્ચેની મંત્રણા તૂટવાનું મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.
રણદીપ સુરજેવાલાનું ટ્વિટ
રણદીપ સુજરેવાલા આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે પ્રશાંત કિશોર સાથે અનેક વખત ચર્ચા વિચારણા અને રજૂઆતો બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા 2024ની ચૂંટણી માટે એક સશક્ત જૂથની રચના કરવામાં આવી છે. પ્રશાંત કિશોરને પણ આ જ જૂથમાં જોડાવા અને જવાબદારીઓ સંભાળવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ઓફરનો ઇનકાર કર્યો હતો. અમે તેમના પ્રયાસો અને પાર્ટીને આપેલા સૂચનોનું સન્માન કરીએ છીએ.

પ્રશાંત કિશોરે પણ ટ્વિટ કર્યુ
રણદીપ સુરજેવાલાના ટ્વિટ પછી પ્રશાંત કિશોરે પણ ટ્વિટ કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું કે ‘મેં EAG તરીકે પાર્ટીમાં જોડાવાની અને ચૂંટણીની જવાબદારી લેવાની કોંગ્રેસની ઓફરને ના કહી છે. મારા અભિપ્રાય મુજબ, પરિવર્તનકારી સુધારાઓ દ્વારા માળખાકીય સમસ્યાઓના ઊંડા મૂળમાંથી ઉકેલ લાવવા માટે પક્ષને મારા કરતાં વધુ નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિની જરૂર છે.’
Advertisement

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં મહાસચિવનું પદ સંભાળી શકે છે. આ અંગે અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે પાર્ટી હાઈકમાન્ડ સામે 18 કલાકની રજૂઆત કરી. પીકેની રણનીતિ અનુસાર પાર્ટી 2024ની ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હોવાની ચર્ચા થઈ હતી. સમિતિના સભ્યો પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપાલ, રણદીપ સુરજેવાલા, પી ચિદમ્બરમ, અંબિકા સોની, જયરામ રમેશ અને મુકુલ વાસનિકે પ્રશાંત કિશોરના સૂચનો પર વિગતવાર અહેવાલમાં તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના સૂચનો વ્યવહારુ અને ઉપયોગી જણાયા હતા. આ સિવાય એવા સંકેત પણ મળ્યા છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પ્રશાંત કિશોર અને પાર્ટીમાં તેમની ભૂમિકા વિશે અલગ અલગ મંતવ્યો ધરાવે છે. જો કે હવે કોંગ્રેસમાં પીકેની એન્ટ્રીનો અંત આવી ગયો છે.
પ્રશાંત કિશોર શું ઇચ્છતા હતા?
એવા પણ અહેવાલો છે કે પ્રશાંત કિશોર ઈચ્છતા હતા કે તેઓ સીધા કોંગ્રેસના ટોચના નેતૃત્વને રિપોર્ટ કરે. જો કે તેમને ચૂંટણીની તૈયારીઓ માટે રચાયેલા એક્શન ગ્રુપમાં સ્થાન આપવામાં આવી રહ્યું હતું. બીજી તરફ KCRના પક્ષ સાથે IPACનો કરાર પણ અડચણરૂપ બન્યો હતો. જોકે, પીકે અગાઉ કહ્યું હતું કે હવે તેને કંપની સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં કંપનીના મહત્વના નિર્ણયો તેમના દ્વારા લેવામાં આવે છે તે જાણીતું છે.
Advertisement
Tags :
Advertisement

.

×