Porbandar : સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું
પોરબંદરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં બુલડોઝર ચલાવી 12 કોમર્શિયલ, 9 રહેણાંક અને 13 અન્ય મિલકતો તોડી પાડવામાં આવી હતી.
02:57 PM Feb 06, 2025 IST
|
Hardik Shah
- પોરબંદરના ખાપટ વિસ્તારમાં ડિમોલિશન
- સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર
- ગેરકાયદે રહેણાંક મકાનો અને વ્યવસાયિક બાંધકામ તોડી પાડ્યા
- 12 કોમર્શિયલ, 9 રહેણાંક, 13 અન્ય મિલકતો પર બુલડોઝર ફર્યું
- ખાપટ વિસ્તારમાં 4,925 ચો. મી. સરકારી જમીન ખુલ્લી કરાઈ
- પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પોલીસની હાજરીમાં કામગીરી
- અંદાજે 5 કરોડ 11 લાખની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ
- બુલડોઝર ફરી વળતા પેસકદમી માફિયામાં ફફડાટ ફેલાયો
Porbandar : પોરબંદરના ખાપટ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં બુલડોઝર ચલાવી 12 કોમર્શિયલ, 9 રહેણાંક અને 13 અન્ય મિલકતો તોડી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 4,925 ચોરસ મીટર સરકારી જમીનમાંથી ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 5 કરોડ 11 લાખ રૂપિયા છે. પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસની ઉપસ્થિતિમાં સમગ્ર ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું, જેનાથી માફિયામાં ફફડાટ ફેલાઈ ગયો.
Next Article