ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પ્રભાસની Upcoming ફિલ્મ Salaarનું નવું દમદાર પોસ્ટર રિલીઝ

આઝાદીની 75મી વર્ષગાંઠના ખાસ અવસર પર મેકર્સે સાઉથ સ્ટાર પ્રભાસ (Prabhas)ની ફિલ્મ સાલાર (Salaar)નું નવું પોસ્ટર (Poster) રિલીઝ કર્યું છે. આ પોસ્ટર પર ફિલ્મની રિલીઝ ડેટ પણ આપવામાં આવી છે. ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. આ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મનો ફર્સ્ટ લૂક લૉન્ચ થતાં જ તેણે હેડલાઈન્સ બનાવી લીધી છે. આ ફિલ્મમાં ચાહકો પ્રભાસને તેના સૌથી ક્રૂર, સૌથી રૉ અને અલગ અવતારમાં જોશે. ફિલ્મના નિર્દેશક પ્
10:42 AM Aug 15, 2022 IST | Vipul Pandya
આઝાદીની 75મી વર્ષગાંઠના ખાસ અવસર પર મેકર્સે સાઉથ સ્ટાર પ્રભાસ (Prabhas)ની ફિલ્મ સાલાર (Salaar)નું નવું પોસ્ટર (Poster) રિલીઝ કર્યું છે. આ પોસ્ટર પર ફિલ્મની રિલીઝ ડેટ પણ આપવામાં આવી છે. ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. આ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મનો ફર્સ્ટ લૂક લૉન્ચ થતાં જ તેણે હેડલાઈન્સ બનાવી લીધી છે. આ ફિલ્મમાં ચાહકો પ્રભાસને તેના સૌથી ક્રૂર, સૌથી રૉ અને અલગ અવતારમાં જોશે. ફિલ્મના નિર્દેશક પ્
આઝાદીની 75મી વર્ષગાંઠના ખાસ અવસર પર મેકર્સે સાઉથ સ્ટાર પ્રભાસ (Prabhas)ની ફિલ્મ સાલાર (Salaar)નું નવું પોસ્ટર (Poster) રિલીઝ કર્યું છે. આ પોસ્ટર પર ફિલ્મની રિલીઝ ડેટ પણ આપવામાં આવી છે. ફિલ્મ પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત છે. આ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મનો ફર્સ્ટ લૂક લૉન્ચ થતાં જ તેણે હેડલાઈન્સ બનાવી લીધી છે. આ ફિલ્મમાં ચાહકો પ્રભાસને તેના સૌથી ક્રૂર, સૌથી રૉ અને અલગ અવતારમાં જોશે. 
ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલે પ્રભાસનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જેમાં અભિનેતાનો દમદાર Look જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે તે બંને હાથમાં તલવાર લઈને ઉભો છે. આ પોસ્ટરને શેર કરીને મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. પોસ્ટર રિલીઝ કરતી વખતે, નિર્માતાઓએ કહ્યું કે, આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023 ના રોજ રિલીઝ થશે. પ્રભાસ ઉપરાંત અભિનેત્રી શ્રુતિ હસન પણ સોલારમાં જોવા મળશે અને આ ફિલ્મ ભારતભરની 5 ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. પોસ્ટરની સાથે રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન ઉપરાંત જગપતિ બાબુ, ઇશ્વરી રાવ, શ્રિયા રેડ્ડી મુખ્ય ભૂમિકામાં છે. સાલાર પહેલેથી જ દર્શકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
આ પોસ્ટર જોયા બાદ ચાહકોમાં હલચલ વધી ગઈ છે અને તેઓ હવે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આટલું જ નહીં, પ્રભાસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર પણ આ પોસ્ટ શેર કરી છે, જેને શેર કરતી વખતે તેણે એક્સાઈટેડ લખ્યું છે. વળી, પ્રશાંત નીલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી છે, જેના પર ચાહકો સતત ટિપ્પણી કરી રહ્યા છે અને દેખાવના વખાણ કરતા થાકતા નથી.

સાલાર એક મોટી એડવેન્ચર ફિલ્મ છે જેનું શૂટિંગ ભારત, યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકા જેવા ઘણા દેશોમાં કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટનું પહેલું શેડ્યૂલ પૂર્ણ થઈ ગયું છે અને પ્રભાસ ટૂંક સમયમાં ફિલ્મના છેલ્લા શેડ્યૂલને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ફિલ્મને સારી રીતે એક્ઝિક્યુટ કરવા માટે આખી ટીમ વ્યાપકપણે કામ કરી રહી છે, VFXનું કામ પણ ચાલુ છે, જેના માટે નિર્માતાઓએ વિદેશી સ્ટુડિયો હાયર કર્યો છે. KGFના નિર્માતા અને બાહુબલીની અત્યારની ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મના પ્રમુખ અભિનેતા, હોમ્બલે ફિલ્મ્સ, શાનદાર કન્ટેન્ટ અને હાઈ-ઓક્ટેન એક્શનના મામલામાં વધુ એક અકલ્પનીય દરવાજા ખોલવા માટે તૈયાર છે.
આ પણ વાંચો - ઈશાન ખટ્ટરની ફિલ્મ પિપ્પાનું દમદાર Teaser રિલીઝ, 1971ના યુદ્ધ પર બની છે ફિલ્મ
Tags :
GujaratFirstPosterReleaseSalaarSalaarFilmSalaarFilmPoster
Next Article