ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધારાસભ્ય અનંત પટેલના સારા સ્વાસ્થય માટે આદિવાસી સમાજ દ્વારા પ્રકૃતિ પૂજા કરાઈ

નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાબત આજે આદિવાસી સમાજ દ્વારા હોસ્પિટલ બહાર એક પ્રકૃતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા દરમ્યાન આદિવાસી સમાજ દ્વારા વાપી શામળાજી નેશનલ નંબર હાઈવે નંબર 56 ઉપર વિરોધ કરીને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો ઉપસ્થિત થઈ રહ્યા હતા. અનંત પટેલ ઉપર થયેલ હમૂલો બાદ પોલિસ દ
03:36 PM Oct 12, 2022 IST | Vipul Pandya
નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાબત આજે આદિવાસી સમાજ દ્વારા હોસ્પિટલ બહાર એક પ્રકૃતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા દરમ્યાન આદિવાસી સમાજ દ્વારા વાપી શામળાજી નેશનલ નંબર હાઈવે નંબર 56 ઉપર વિરોધ કરીને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો ઉપસ્થિત થઈ રહ્યા હતા. અનંત પટેલ ઉપર થયેલ હમૂલો બાદ પોલિસ દ
નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભાના આદિવાસી ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલા બાબત આજે આદિવાસી સમાજ દ્વારા હોસ્પિટલ બહાર એક પ્રકૃતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા દરમ્યાન આદિવાસી સમાજ દ્વારા વાપી શામળાજી નેશનલ નંબર હાઈવે નંબર 56 ઉપર વિરોધ કરીને ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના લોકો ઉપસ્થિત થઈ રહ્યા હતા. અનંત પટેલ ઉપર થયેલ હમૂલો બાદ પોલિસ દ્વારા આદિવાસી સમાજને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે 72 કલાક માં હુમલાખોરીની ધરપકડ કરવામાં આવશે. પરંતુ 72 કલાક પુરાથયા બાદ પણ આરોપીઓ ની ધરપકડના થતા આજે આદિવાસી સમાજ દ્વારા અનંત પટેલ જલ્દી સારા થાય એ માટે એક પ્રકૃતિ પૂજાનું આયોજન કરાવવામાં આવ્યું હતું. જે સમયે અનંત પટેલ હોસ્પિટલની બાલકની માંથી સમાજના લોકોને મળ્યા હતા.તો નેશનલ હાઈવે નંબર ૫૬ પર ચક્કાજામ કર્યાબાદ પોલીસ દોડતી થઈ હતી.

સ્વ.અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે લીધી મુલાકાત

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયા બાદ અનેક નેતાઓ તેમની હોસ્પિટલમાં મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આજરોજ કોંગ્રેસના કદાવર નેતા સ્વ.અહમદ પટેલના પુત્રી  મુમતાઝ પટેલે પણ હોસ્પિટલમાં ધારાસભ્ય અનંત પટેલની મુલાકાત કરી હતી.આ સમયે મીડિયા સાથે વાતો કરતા તેમણે અનંત પટેલ જલ્દી સારા થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય અનંત પટેલે અપીલ કરતા લોકોએ હાઈવે ખુલ્લો કર્યો

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલા બાદ પોલીસે આપેલા ૭૨ કલાકના અલ્ટીમેટમ બાદ હુમલાખોરો ન પકડાતા આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી નેશનલ હાઈવે બંધ કરાવ્યા બાદ ધારાસભ્ય અનંત પટેલે એક વિડીયો મારફતે અપીલ કરી શાંતિ જાળવવા તેમજ આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ના કાર્યક્રમમાં કોઈપણ જાતનો કાંકરીચાળો ન કરવાની પણ અપીલ કરવામાં આવી હતી.
Tags :
goodhealthGujaratFirsttribalsociety
Next Article