Rain News : ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રી-મોન્સુન વરસાદ, ગરમીથી મળી મોટી રાહત, જુઓ Video
Rain News : ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ અને તેજ પવન સાથે વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો હતો. ખેડા જિલ્લાના નડિયાદ સહિત 11 તાલુકાઓમાં મૂશળધાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
Advertisement
Rain News : ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીની અસર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ અને તેજ પવન સાથે વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો હતો. ખેડા જિલ્લાના નડિયાદ સહિત 11 તાલુકાઓમાં મૂશળધાર વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. તાપી, વલસાડ, પંચમહાલ, અરવલ્લી અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવનને કારણે અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો અને વૃક્ષો ધરાશાયી થતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો. દાહોદ જિલ્લામાં વાવાઝોડાની ઘટનામાં બે લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. આગામી દિવસોમાં પણ હવામાન અસ્થિર રહેવાની શક્યતા છે...જુઓ અહેવાલ
Advertisement


