પ્રેગનેન્ટ રિહાન્નાનો બોયફ્રેન્ડ થયો અરેસ્ટ, જાણો કયા કેસ માટે કરાઇ કાર્યવાહી
સગર્ભા રીહાન્નાના બોયફ્રેન્ડ A$AP રોકીની ધરપકડ કરવામાં આવી, તેના પર ગોળીબાર કરવાનો આરોપ છે. વિસ્ચા ડેલ મારમાં 6 નવેમ્બર, 2021 ના રોજ રાત્રે 10:15 વાગ્યે વિસ્ટા ડેલ માર અને સેલમા એવે નજીક થયેલા હુમલામાં A$AP રોકીની સંડોવણી હોવાની શંકા છે.બુધવારે સવારે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. નવેમ્બર 2021 ના હુમલા સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે તેની ધરપકડ કરવામà
Advertisement
સગર્ભા રીહાન્નાના બોયફ્રેન્ડ A$AP રોકીની ધરપકડ કરવામાં આવી, તેના પર ગોળીબાર કરવાનો આરોપ છે. વિસ્ચા ડેલ મારમાં 6 નવેમ્બર, 2021 ના રોજ રાત્રે 10:15 વાગ્યે વિસ્ટા ડેલ માર અને સેલમા એવે નજીક થયેલા હુમલામાં A$AP રોકીની સંડોવણી હોવાની શંકા છે.
બુધવારે સવારે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. નવેમ્બર 2021 ના હુમલા સાથે જોડાયેલા હોવાની શંકાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. બાર્બાડોસમાં રીહાન્ના સાથેની તેના પ્રવાસ પછી, તે કેલિફોર્નિયાના લોસ એન્જલસ પાછો ફર્યો હતો આ સમયે તેની ધરપકડ કરવામાં આવી. અહીં પહોંચતા જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. લોસ એન્જલસ પોલીસ ડિપાર્ટમેન્ટ (LAPD) એ A$AP રોકી પર નવેમ્બર 2021 માં ઘાતક હથિયાર વડે હુમલો કરવાનો આરોપ મૂકતી એક પ્રેસ રિલીઝ બહાર પાડી છે.
LAPD ને 6 નવેમ્બર, 2021 ના રોજ વિસ્ટા ડેલ માર અને સેલમા એવે નજીક રાત્રે 10:15 વાગ્યે થયેલા હુમલામાં A$AP રોકીની સંડોવણીની શંકા છે. હાલમાં પોલીસ આની તપાસ કરી રહી હતી. પોલીસના નિવેદન મુજબ, "બે પરિચિતો" વચ્ચે દલીલ થઈ હતી જે પછી શંકાસ્પદ વ્યક્તિએ પીડિતા પર બંદૂક વડે ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કર્યા બાદ આરોપી અને અન્ય બે વ્યક્તિઓ સ્થળ પરથી નાસી ગયા હતા. સત્તાવાળાઓએ બાદમાં ત્રીજા શંકાસ્પદની ઓળખ A$AP રોકી તરીકે કરી હતી. A$AP રોકી સાથે આ પહેલો કાનૂની કેસ નથી. આ પહેલાં તે 2019માં સ્ટોકહોમ સ્ટ્રીટ ફાઈટમાં પણ દોષી સાબિત થયો હતો.
ગર્લફ્રેન્ડ સિંગર રિહાના હાલમાં પ્રેગ્નન્ટ છે. તે ટૂંક સમયમાં A$AP રોકી સાથે તેના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. રીહાન્નાના મેટરનિટી ફોટોશૂટ દરરોજ સમાચારમાં છવાયેલા રહે છે. થોડા સમય પહેલાં બંનેના અલગ થવાની અફવા ઉડી હતી. જોકે, બાદમાં બંનેની તસવીરે તેમના અલગ થવાના સમાચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું, હવે, A$AP રોકીની ધરપકડ રીહાન્ના સાથેના સંબંધોને કેવી અસર કરે છે, તે જોવાનું રહેશે.


