ગાંધીનગરમાં મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ પૂરજોશમાં, બિહારથી નેતાઓ પરત ફરશે
- મંત્રીમંડળ વિસ્તરણને લઈને મહત્વના સમાચાર
- બિહાર ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓ પરત ફરશે
- અમિત ઠાકર, દિનેશ કુશવાહા, અમૂલ ભટ્ટ પરત આવશે
- પ્રવિણ માળી સહિતના ધારાસભ્યો પણ આવશે પરત
- આવતીકાલે મંત્રીઓના શપથને લઈ આવશે નેતાઓ
- મંત્રીઓને બે દિવસ ગાંધીનગર ન છોડવા સૂચના
ગુજરાતમાં મંત્રીમંડળના સંભવિત વિસ્તરણને લઈને ગાંધીનગરના રાજકીય વર્તુળોમાં ગતિવિધિ તેજ થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે નેતાઓ બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ગયા હતા, તેમને તાત્કાલિક પાછા ફરવા માટે સૂચના આપવામાં આવી છે. આ નેતાઓમાં અમિત ઠાકર, દિનેશ કુશવાહા અને અમૂલ ભટ્ટ જેવા અગ્રણી ચહેરાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, પ્રવિણ માળી સહિતના કેટલાક ધારાસભ્યો પણ રાજ્યમાં પરત ફરશે. આ તમામ નેતાઓની વાપસીનું મુખ્ય કારણ આવતીકાલે સંભવિત મંત્રીઓના શપથવિધિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિસ્તરણની તૈયારીઓના ભાગરૂપે, હાલમાં મંત્રી તરીકે કાર્યરત પદાધિકારીઓને પણ આગામી 2 દિવસ સુધી ગાંધીનગર ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ગમે ત્યારે મંત્રીમંડળમાં ફેરબદલ અથવા નવા ચહેરાઓનો સમાવેશ થઈ શકે છે.
આ પણ વાંચો : New Cabinet Reshuffle 2025 : મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત, આવતીકાલે શપથગ્રહણ કાર્યક્રમ